ગઈકાલે યુકેમાં આ રસી લીધા બાદ ચાર લોકોને પેરાલિસિસની અસર થઈ હતી. ડ્રગ રેગ્યુલેટરરે કહ્યું છે કે વોલન્ટિયર્સમાં પેરાલિલિસની અસર કયા કારણોસર થઈ તે સ્પષ્ટ નથી. અહેવાલ મુજબ નિયમનકારોએ ડોકટરોને સતત રસીના આડઅસરોનું નિરીક્ષણ કરવાનું કહ્યું હતું. આ પહેલા ફાઈઝરના સીઈઓ આલ્બર્ટ બોરલાએ આ રસી ચેપના સંક્રમણને રોકવામાં મદદ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
2 ડિસેમ્બરે બ્રિટને ફાઈઝર-બાયોએનટેકની કોવિડ-19 રસીને મંજૂરી આપી હતી. રસીને મંજૂરી આપનાર બ્રિટન પ્રથમ દેશ બન્યો હતો. બ્રિટનમાં સોમવારથી સામાન્ય લોકોને કોરોના રસી આપવામાં આવી રહી છે. પરંતુ હવે મોત અને પેરાલિસિસ જેવી આડસર થતાં ફાઇઝર દ્વારા આપવામાં આવતા વેક્સિન શોટ સામે પ્રશ્નો ઉભા થયા છે.
ફાઈઝરે પોતાની વેક્સીનની કિંમતને લઈને પણ મોટી જાહેરાત કરી દીધી છે. ફાઈઝરે કહ્યું કે, વિવિધ દેશોમાં વેક્સીનની અલગ અલગ કિંમત રહેશે. ફાર્મા ક્ષેત્રની દિગ્ગજ કંપની ફાઈઝરે કહ્યું કે, દુનિયાના વિવિધ દેશોમાં વેક્સીનની કિંમત અલગ અલગ હશે. કંપનીએ ભારતમાં પણ ડીજીસીઆઈ પાસે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી છે.
વર્લ્ડોમીટર પ્રમાણે, વિશ્વમાં અત્યાર સુધીમાં સાત કરોડ છ લાખ 81 હજાર મામલા સામે આવી ચુક્યા છે. તેમાંથી 15 લાખ 87 હજાર લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે 4 કરોડ 91 લાખથી વધારે લોકો ઠીક થઈ ગયા છે. 1 કરોડ 99 લાખ 64 હજાર લોકો કોરોના સંક્રમિત છે, તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
લગ્નના મહિનામાં આ જ એક્ટ્રેસને અન્ય પૂરૂષો સાથે શારીરિક સંબંધની પતિએ જ પાડી ફરજ, રોલ માટે કરતો પત્નિનો ઉપયોગ, પછી શું થયું ?
સૌરાષ્ટ્રના આ શહેરમાં બે કલાકમાં પોણા બે ઈંચ વરસાદથી રસ્તા પર પાણી ભરાયાં, જુનાગઢમાં ક્યાં પડ્યો ભારે વરસાદ ?