UAE Visa Rule: સંયુક્ત આરબ અમીરાત (UAE)એ તેના વિઝા નિયમોમાં ફેરફાર કર્યા છે. આ નિયમ લાગુ થયા બાદ જો નવા નિયમો અનુસાર તમારું નામ વિઝા પર નહીં લખવામાં આવે તો તમારા દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ લાગી શકે છે. નવી માર્ગદર્શિકા મુજબ, પ્રવાસીએ ખાતરી કરવાની રહેશે કે પાસપોર્ટમાં તેનું પ્રથમ નામ અને અટક બંનેનો ઉલ્લેખ છે કે કેમ.
જે મુસાફરોના પાસપોર્ટમાં પહેલા નામ અને અટક બંને નથી તેમને યુએઈમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ નિયમ ટૂરિસ્ટ અને ઓન-અરાઈવલ વિઝા પર UAE આવતા લોકોને જ લાગુ પડશે.
શું થયા ફેરફાર
UAEના નવા વિઝા નિયમો અનુસાર, પાસપોર્ટ પર એક જ નામ ધરાવતા પ્રવાસીઓને વિઝા આપવામાં આવશે નહીં અને તેમને દેશની બહાર જવા દેવાની મંજુરી પણ આપવામાં આવશે નહીં. જો વિઝા પહેલેથી જ જારી કરવામાં આવ્યો હશે તો પાસપોર્ટ પર સમાન નામ ધરાવતા પ્રવાસીને ઇમિગ્રેશન ઓફિસ દ્વારા અસ્વીકાર્ય પ્રવાસી જાહેર કરવામાં આવશે. જો કે વર્કિંગ વિઝા ધરાવતા લોકો પર આ નિયમ લાગુ પડતો નથી.
વિઝા કેવી રીતે અમાન્ય ઠરશે?
ઉદાહરણ તરીકે, જો કોઈ મુસાફરનું પ્રથમ નામ અનુપમ છે અને તેણે આ ફર્સ્ટ નામ સેક્સનમાં લખ્યું છે એ જ લખી નાખ્યું છે. જો તેણે ઉપમાન વાળું સેક્શન ખાલી છોડી દીધું છે. તો તેના વિઝા માન્ય રહેશે નહીં. અથવા તેઓએ અટક વિભાગ ભર્યો છે અને ઉપનામ વિભાગ ખાલી રાખ્યો છે. તે કિસ્સામાં પણ તેના વિઝાને માન્ય ગણવામાં આવશે નહીં. UAEએ નવા વિઝા નિયમો પણ લાગુ કર્યા છે, જે ગોલ્ડન વિઝા ધરાવતા લોકોની સંખ્યાને વિસ્તાર કરે છે. આ ઉપરાંત નવા પ્રકારના એન્ટ્રી વિઝા અને રહેઠાણ પરમિટ પણ રજુ કરે છે.
ગોલ્ડન વિઝા એટલે શું?
ગોલ્ડન વિઝા ધારકોને 10 વર્ષ સુધી લોંગ ટર્મ રિન્યુએબલ રેસિડેન્ટ મળે છે. ગોલ્ડન વિઝા માટે રોકાણકારો, ઉદ્યોગસાહસિકો અથવા ડોક્ટરો, વૈજ્ઞાનિકો અને ઉત્તમ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે દેશમાં વસ્તીને આકર્ષવા અને જાળવી રાખવા માટે રજૂ કરવામાં આવ્યું છે. ગોલ્ડન વિઝા 2020ના અંતમાં અપ્રુવ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. યુએઈની બહાર લોકો કેટલો સમય વિતાવે છે તે ધ્યાનમાં લીધા વિના ગોલ્ડન વિઝા હવે કાયદેસર રહેશે.