વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગોમાંના એક હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. સોમવારે દક્ષિણ કોરિયાના એક વેપારી જહાજમાં વિસ્ફોટ થયો, જ્યારે ઈરાને ડ્રોન હુમલાનો ઉપયોગ કરીને યુએઈના ફુજૈરા પોર્ટ પર આગ લગાવી દીધી. આ ઘટના એવા સમયે બની જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નૌકાદળ દ્વારા શિપિંગ માટે સ્ટ્રેટ ખોલવાની જાહેરાત કરી હતી.

Continues below advertisement

અમેરિકન સૈન્યનો દાવો છે કે તેનો ધ્વજ લહેરાવતા બે વેપારી જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થયા છે. જોકે, આ ક્યારે બન્યું તે સ્પષ્ટ કર્યું નથી. ઈરાને આ દાવાને નકારી કાઢ્યો છે, અને કહ્યું છે કે તાજેતરના કલાકોમાં કોઈ જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા નથી. ટ્રમ્પ હોર્મુઝ ખોલવા માટે નેવીનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે અમેરિકા અને ઈરાન વચ્ચે સીધો મુકાબલો થવાની શક્યતા વધી ગઈ છે.

Continues below advertisement

ઈરાને પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે કોઈ પણ જહાજ તેની પરવાનગી વિના સ્ટ્રેટમાંથી પસાર થઈ શકશે નહીં. છેલ્લા બે મહિનામાં અમેરિકા અને ઈઝરાયલ સાથે વધી રહેલા તણાવ વચ્ચે, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને લગભગ તમામ વિદેશી શિપિંગ માટે બંધ કરી દીધું છે. આનાથી વૈશ્વિક ઉર્જા પુરવઠા પર નોંધપાત્ર અસર પડી છે. અમેરિકાએ પણ ઈરાની બંદરોમાંથી પસાર થતા જહાજો પર પ્રતિક્રિયા રૂપે એક અલગ નાકાબંધી લાદી છે.

દરમિયાન, દક્ષિણ કોરિયાની એક શિપિંગ કંપનીના જહાજ નામુમાં વિસ્ફોટ થયો અને આગ લાગી. પનામાના ધ્વજવાળા કાર્ગો જહાજમાં તેના એન્જિન રૂમમાં આગ લાગી. જોકે, કોઈ જાનહાનિના અહેવાલ નથી. દક્ષિણ કોરિયા સરકાર આ ઘટનાની તપાસ કરી રહી છે. હુમલાની શક્યતા નકારી કાઢવામાં આવી નથી. દરમિયાન યુએઈએ ફુજૈરા બંદર પર તેલ સ્થાપનમાં આગ લાગવાની પુષ્ટી કરી છે.

આ પણ વાંચોઃ મધ્ય પૂર્વમાં ફરી ભડકશે યુદ્ધની આગ? ટ્રમ્પે કહ્યું- ઈરાને હજુ પૂરતી કિંમત ચૂકવી નથી

આ બંદર મહત્વપૂર્ણ છે કારણ કે તે હોર્મુઝની બહાર સ્થિત છે અને તેને તેલ નિકાસ માટે વૈકલ્પિક માર્ગ માનવામાં આવે છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે તેના માર્ગદર્શિત મિસાઈલ વિનાશક જહાજો ઓપરેશનમાં સામેલ હતા અને જહાજોની અવરજવર સુનિશ્ચિત કરી રહ્યા હતા. જોકે, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ યુએસના દાવાને ખોટો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે કોઈ જહાજો હોર્મુઝની સ્ટ્રેટ પાર કરી શક્યા નથી.

અગાઉ, ઈરાને અમેરિકન યુદ્ધ જહાજ પર ગોળીબાર કરવાનો દાવો કર્યો હતો, જોકે તેણે પછીથી સ્પષ્ટતા કરી હતી કે આ ચેતવણી સ્વરૂપે ફાયરિંગ કરાયું હતું. ગલ્ફમાં વધતા તણાવની અસર તેલ બજાર પર પણ પડી છે, તેલના ભાવમાં 2 થી 5 ટકાનો વધઘટ થઈ રહ્યા છે. શિપિંગ કંપનીઓ હજુ પણ આ માર્ગને સલામત માનવા તૈયાર નથી. ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે એક અલગ દાવો કર્યો છે.

તેમણે કહ્યું કે અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ ધરાવે છે પરંતુ જમીન પરની પરિસ્થિતિ કંઈક અલગ જ સૂચવે છે. ઈરાને સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા તેના હાથમાં છે અને કોઈપણ વિદેશી લશ્કરી હસ્તક્ષેપ સહન કરવામાં આવશે નહીં. તેમાં કહેવામાં આવ્યું છે કે આ ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી યુએસ દળો પર હુમલો કરવામાં આવશે. કોઈપણ પ્રકારની દખલગીરી અસ્વીકાર્ય છે.