Uganda ISIS Attack: આફ્રિકન દેશ યુગાન્ડાના પશ્ચિમ ભાગમાં સ્થિત એક સ્કૂલ પર ISIS સાથે જોડાયેલા બંદૂકધારીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં ઓછામાં ઓછા 25 વિદ્યાર્થીઓના મોત થયા હોવાના અહેવાલ છે. ઘટના 16મી જૂનની મોડી રાતની છે.






યુગાન્ડા પોલીસ ફોર્સે માહિતી આપી હતી કે યુગાન્ડાના પશ્ચિમ ભાગમાં આવેલી એમપોંડવેમાં લુબિરા સેકન્ડરી સ્કૂલમાં થયેલા આતંકવાદી હુમલામાં 25 લોકો માર્યા ગયા હતા.


ઈસ્લામિક સ્ટેટ ગ્રુપ (ISIS) સાથે જોડાયેલા આતંકીઓએ આફ્રિકન દેશ યુગાન્ડામાં એક સ્કૂલ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન 25 વિદ્યાર્થીઓના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે 8 લોકોની હાલત નાજુક છે. 6 વિદ્યાર્થીઓ ગુમ છે. એવી આશંકા છે કે આ વિદ્યાર્થીઓનું અપહરણ કરવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે આ હુમલો ISIS સાથે જોડાયેલા એલાઈડ ડેમોક્રેટિક ફોર્સિસ (ADF) દ્વારા કરવામાં આવ્યો હતો.






યુગાન્ડાની પોલીસે જણાવ્યું હતું કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (ડીઆરસી) બોર્ડરથી લગભગ 2 કિલોમીટર દૂર આવેલા એમપોંડવેમાં લુબિરા સેકન્ડરી સ્કૂલ પર શુક્રવારે રાત્રે ADF બળવાખોરોએ હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ હોસ્ટેલને સળગાવી દીધી હતી અને ખાણીપીણીની દુકાનમાં લૂંટ ચલાવી હતી. શાળામાંથી અત્યાર સુધીમાં 25 મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે 8 ઘાયલ છે જેમને બાવેરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


અત્યાર સુધી પોલીસે એ વાતનો ખુલાસો કર્યો નથી કે કેટલા વિદ્યાર્થીઓના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલા બાદ સૈનિકો અને પોલીસે આતંકવાદીઓનો પીછો કર્યો, પરંતુ આતંકવાદીઓ વિરુંગા નેશનલ પાર્ક તરફ ભાગવામાં સફળ થયા. પોલીસે કહ્યું કે અમે તેમના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.