બ્રિટેન: દુનિયાભરના દેશોમાં કહેર વર્તાવનાર કોરોના વાયરની ઝપટેમાં બ્રિટનના વડાપ્રધાન પણ આવી ગયા છે. વડાપ્રધાન બોરિસ જોનસનનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેની જાણકારી તેઓએ ખુદ ટ્વિટર પર આપી હતી.



આ પહેલા બ્રિટનના 71 વર્ષના પ્રિન્સ ચાર્લ્સ પણ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. ક્લેરેન્સ હાઉસે બુધવારે તેની જાહેરાત કરતા કહ્યું હતું, પ્રિન્સ ચાર્લ્સનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે પરંતુ તેનું સ્વાસ્થ્ય ઠીક છે.

યૂકેમાં કોરોના વાયરસના 11 હજાર 800થી વધુ કેસ સામે આવ્યા છે. આ વાયરસના કારણે 580 લોકોના મોત થઈ ચૂક્યા છે. અહીં 135 લકો રિકવર થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં 5 લાખ 33 હજારથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે અને 24 હજાર 99 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.