નવી દિલ્હીઃ દુનિયાભરમાં હાલમાં અશાંતિ ફેલાઇ ગઇ છે, યૂક્રેન અને રશિયા યુદ્ધે દુનિયાને એક ખરાબ સ્થિતિમાં લાવીને મુકી દીધી છે. એકબાજુ રશિયા સમર્થક દેશો છે તો. બીજીબાજુ અમેરિકા-યૂરોપ અને નાટો સમર્થક દેશો દેખાઇ રહ્યાં છે. હવે આ યુદ્ધની વચ્ચે ઉત્તર કોરિયાએ એક મહિનાના અંતરાલ બાદ અમેરિકા અને તેના સહયોગીઓના યૂક્રેન પર રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલા પર વ્યસ્ત થઇ જવાની વચ્ચે રવિવારે સમુદ્રમાં એક બેલેસ્ટિક મિસાઇલ ફોડી છે. તેના પાડોશી દેશે આ જાણકારી આપી છે. આ મિસાઇલ છોડવાથી હવે દુનિમાં માહોલ વધુ તંગ થઇ ચૂક્યો છે.


સૈન્ય તાકાત બતાવવા નોર્થ કોરિયાએ છોડી બેલેસ્ટિક મિસાઇલ-
આ વર્ષે ઉત્તર કોરિયાના હથિયારોનુ આઠમી પરિક્ષણ છે, તથા 30 જાન્યુઆરી બાદથી પહેલુ પરીક્ષણ છે. કેટલાક વિશેષણોનુ કહેવુ છે કે ઉત્તર કોરિયા પોતાની હથિયાર ટેકનોલૉજીમાં સુધારો કરવાની કોશિશ કરી રહ્યું છે, અને અમેરિકા પર લાંબા સમયથી પ્રતિબંધો પર છુટ આપવા પર દબાણ કરી રહ્યું છે.


અમેરિકા પર દબાણ ઉભુ કરવા માંગે નોર્થ કોરિયા- 
કેટલાક વિશેષણોનુ કહેવુ છે કે ઉત્તર કોરિયા વૉશિંગટન પર દબાણ ઉભુ કરવા માટે અમેરિકાના યૂક્રેન સંઘર્ષમાં વ્યસ્ત હોવાનો ઉપયોગ પોતાના પરિક્ષણની ગતિવિધિઓને તેજ કરવામાં કરી શકે છે. આ બધાની વચ્ચે જાપાનના રક્ષા મંત્રી નોબુઓ કિશીએ બતાવ્યુ કે ઉત્તર કોરિયન મિસાઇલે પૂર્વી તટ પર જાપાનના વિશેષ આર્થિક ક્ષેત્રની બહાર પડતા પહેલા લગભગ 600 કિલોમીટરની અત્યાધિક ઉંચાઇ પર લગભગ 300 કિલોમીટર સુધી ઉડાન ભરી હતી. 


દક્ષિણ કોરિયા વ્યક્ત કરી ચિંતા- 
જાપાનના રક્ષા મંત્રીએ કહ્યું કે આ કારણથી જહાજો કે વિમાનોને કોઇ નુકશાન નથી પહોંચ્યુ. દક્ષિણ કોરિયન અધિકારીઓએ બતાવ્યુ કે તેને પણ ઉત્તર કોરિયાની રાજધાની વિસ્તારમાં મિસાઇલ પરીક્ષણની જાણકારી મળી છે, અને તેને આના પર ચિંતા દર્શાવી છે. ઉત્તર કોરિયાના મિસાઇલ પરીક્ષણથી જાપાન અને દક્ષિણ કોરિયા જેવા પાડોશી દેશોમાં ચિંતા પેઠી છે.