Russia Ukraine War: યુક્રેનમાં ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર રશિયાના હુમલામાં ત્રણ જવાનોના મોત

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે નવમો દિવસ છે. રશિયન સેનાના હુમલા બાદ હવે યુક્રેનની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે

gujarati.abplive.com Last Updated: 04 Mar 2022 06:28 PM
રશિયાએ યુક્રેનના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર કર્યો હુમલો

Russia Ukraine War: યુક્રેન પર રશિયા સતત હુમલાઓ કરી રહ્યું છે. આ વચ્ચે યુક્રેન તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે રશિયાએ તેમના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કર્યો છે. આ હુમલાને રોકવાના પ્રયાસમાં યુક્રેનના ત્રણ સૈનિકોના મોત થયા છે. યુક્રેને દાવો કર્યો હતો કે રશિયાના હુમલાથી ન્યૂક્લિયર પ્લાન્ટમાં આગ લાગી છે અને બ્લાસ્ટ પણ થયા છે. 

યુક્રેનના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર રશિયાનો કબજો

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું છે કે જો ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં વિસ્ફોટ થશે તો આખું યુરોપ બરબાદ થઈ જશે. તેમણે કહ્યું કે ન્યુક્લિયર પાવર સ્ટેશન પર તબાહીથી યુરોપને નષ્ટ ન થવા દેવું જોઇએ. રશિયન સેનાએ ઝાપોરિઝ્ઝ્યા પર હુમલા બાદ યુક્રેનમાં યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર કબજો કરી લીધો છે.

ભારતીય વિદ્યાર્થીને વાગી ગોળી

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ (નિવૃત્ત) વીકે સિંહે પોલેન્ડમાં જણાવ્યું હતું કે આજે એવા રિપોર્ટ મળી રહ્યા છે કે કિવથી આવી રહેલા એક વિદ્યાર્થીને ગોળી વાગી છે.  તેને  અડધે રસ્તેથી કિવ પરત લઈ જવામાં આવ્યો હતો. 

બ્રેકગ્રાઉન્ડ

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે નવમો દિવસ છે. રશિયન સેનાના હુમલા બાદ હવે યુક્રેનની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. રશિયન સેનાએ છેલ્લા 24 કલાકમાં ખાર્કીવ, ચેર્નિહિવ, બોરોદયાંકા સહિતના શહેરોમાં હુમલાઓ કર્યા છે. આ હુમલાઓમાં માત્ર 24 કલાકમાં જ 22 લોકોના મોત થયા છે. બીજી તરફ, રશિયા અને યુક્રેન યુદ્ધના મેદાનમાંથી ફસાયેલા નાગરિકોને બહાર કાઢવા માટે સુરક્ષિત કોરિડોર બનાવવા માટે સહમત થયા છે, પરંતુ હજુ પણ યુદ્ધવિરામ પર સહમતિ બની નથી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.