Volodymyr Zelensky Car Accident: યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenskyનો એક કાર અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો. તેને સામાન્ય ઈજાઓ થઈ છે. યુક્રેનિયન મીડિયા પોર્ટલ ધ કિવ ઈન્ડિપેન્ડન્ટે ઝેલેન્સકીના પ્રવક્તાને ટાંકીને જણાવ્યું હતું કે Volodymyr Zelenskyને અકસ્માતમાં કોઈ ગંભીર ઈજા થઈ નથી. ઝેલેન્સકીના પ્રવક્તાએ 15 સપ્ટેમ્બરે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની કાર સાથે એક કાર અથડાઈ હતી.






મીડિયા પોર્ટલના જણાવ્યા અનુસાર, અકસ્માત પછી એક ડૉક્ટરે યુક્રેનના રાષ્ટ્રપતિની સારવાર કરી હતી. ડૉક્ટરે ઝેલેન્સકીના ડ્રાઈવરની મેડિકલ તપાસ પણ કરી હતી.


યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenskyના  પ્રવક્તા ન્યાકિફોરોવે જણાવ્યું કહ્યુ હતું કે લૉ ઇન્ફોર્સમેન્ટ એજન્સી અકસ્માતની સંપૂર્ણ તપાસ કરશે. અકસ્માતના તમામ સંજોગોની તપાસ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે રાષ્ટ્રપતિનો કાફલો કિવથી પસાર થઈ રહ્યો હતો ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિને લઇ જતી કાર સાથે એક અન્ય કાર અથડાઇ હતી. જોકે, આ અકસ્માતમાં રાષ્ટ્રપતિને કોઈ ગંભીર ઈજા થઈ નથી.


રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે


રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ (રશિયા-યુક્રેન યુદ્ધ) નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે. કિવએ પૂર્વના ભાગો પર આક્રમણ સાથે રશિયાને મોટો ફટકો આપ્યો, જેમાં યુક્રેનિયન સૈનિકોએ છ મહિનાના કબજા પછી વ્યૂહાત્મક શહેર ઇઝિયમમાં પ્રવેશ કર્યો હતો. . યુક્રેનિયન દળોએ ખાર્કિવ પ્રદેશ દ્વારા પૂર્વ તરફ નવું આક્રમણ શરૂ કર્યાના માત્ર પાંચ દિવસ પછી રશિયન દળોને વ્યૂહાત્મક પૂર્વીય શહેર ખાલી કરવાની ફરજ પડી હતી.


આ પણ વાંચોઃ


Exclusive: હવે ભારતની જાળમાં ફસાઈ જશે પાકિસ્તાની ડ્રોન, સ્વદેશી કંપનીએ બનાવી અનોખી સિસ્ટમ


Employees Layoff: દેશની આ દિગ્ગજ આઈટી કંપનીના કર્મચારીઓને આંચકો! એક સાથે 350 કર્મચારીઓની છટણી, જાણો કારણ


Fact Check: શું UIDAI આધાર દ્વારા તમારા નાણાકીય ટ્રાન્ઝેક્શન ટ્રેક કરી રહ્યું છે? જાણો આ વાયરલ મેસેજનું સત્ય