Ukraine-Russia War: યુક્રેન પર સતત રશિયન હુમલો ચાલુ છે,  બંને દેશોની સેના આમને-સામને છે. આ દરમિયાન સમજૂતીની વાતો પણ થઈ રહી છે. પરંતુ અત્યારે રશિયા હુમલો રોકવા તૈયાર નથી. રશિયાના આ હુમલામાં અત્યાર સુધીમાં અનેક સામાન્ય લોકોના જીવ ગયા છે. હવે યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ વતી કેટલાક આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોના મોત થયા છે.


મૃત્યુઆંક હજુ વધી શકે છે


માહિતી આપતાં યુએન હ્યુમન રાઈટ્સ ચીફે કહ્યું છે કે રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 102 લોકોના મોત થયા છે. જેમાં 7 બાળકોનો પણ સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે છેલ્લા પાંચ દિવસથી યુક્રેન પર સતત હુમલો થઈ રહ્યો છે, જેમાં દરરોજ અનેક લોકોના મોત થઈ રહ્યા છે. રશિયા સતત મિસાઈલો વડે વધુ જમીની હુમલાઓ કરી રહ્યું છે. યુએનએ કહ્યું છે કે, જો યુદ્ધ આમ જ ચાલતું રહ્યું તો આવનારા દિવસોમાં મૃત્યુઆંકમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.


યુક્રેન પર સતત થઈ રહેલા હુમલા વચ્ચે એક રાહતના સમાચાર પણ સામે આવી રહ્યા છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેન અને રશિયા વચ્ચે વાતચીત થઈ શકે છે. યુક્રેનિયન(Ukraine) પ્રતિનિધિમંડળ બેલારુસથી Mi-8MTV-5 લશ્કરી પરિવહન હેલિકોપ્ટર દ્વારા શાંતિ વાટાઘાટો માટે બેલારુસ સરહદે પહોંચ્યું છે. રશિયા સાથે યુક્રેનની વાતચીત શરૂ થઈ ગઈ છે. બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા માટે વાતચીતનો આશરો લેવામાં આવી રહ્યો છે.  યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે તે તાત્કાલિક યુદ્ધવિરામ(Russia Ukraine War) ઈચ્છે છે  અને રશિયન સૈનિકોને શસ્ત્રો હેઠા મુકવાની અપીલ કરે છે.


રશિયન(Russia ) પ્રમુખ પુતિને ન્યૂક્લિયર ડિટરમેંટ ફોર્સને એલર્ટ રહેવાનો  આદેશ આપ્યો. જે બાદ યુક્રેન વાટાઘાટો માટે સંમત થયું. અમેરિકા અને પશ્ચિમી દેશો સતત યુક્રેન પર હુમલાને લઈ નિવેદન કરીને રશિયાની આલોચના કરી રહ્યા છે. તેના કારણે પુતિને આદેશ આપ્યો છે.  યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી અને બેલારુસના નેતા એલેક્ઝાન્ડર લુકાશેન્કો વચ્ચેના વાત થયા પછી - યુક્રેન બેલારુસ સાથેની તેની સરહદ પર - ચેર્નોબિલ બાકાત ઝોનની નજીક  રશિયા સાથે વાટાઘાટો કરવા સંમત થયું. યુક્રેને અગાઉ બેલારુસમાં વાત કરવાનો ઇનકાર કર્યો હતો.


યુક્રેન પર રશિયાના હુમલા અંગે ચર્ચા કરવા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ આજે જનરલ એસેમ્બલીનું દુર્લભ કટોકટી વિશેષ સત્ર યોજાયું. ભારતે વોટિંગ ન કર્યું પરંતુ મોસ્કો અને કિવ વચ્ચેની મંત્રણાનું સ્વાગત કર્યું.
વ્હાઇટ હાઉસે દાવો કર્યો છે કે યુક્રેને સખત પ્રતિકાર કર્યા પછી રશિયાની સેના જોમ અને જુસ્સો ગુમાવી ચૂકી છે અને તેમને લોજિસ્ટિકલ તથા સપ્લાયની સમસ્યાઓ છે. રશિયાના સૈન્યએ યુક્રેનમાં હવાઈ શ્રેષ્ઠતાનો દાવો કર્યો છે અને આક્ષેપ કર્યો છે કે યુક્રેન નાગરિકોને માનવ "ઢાલ" તરીકે ઉપયોગ કરી રહ્યું છે.