Ukraine Russia War: રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. તેની વચ્ચે રશિયાએ અમિરિકી પ્રતિબંધોનો જવાબ આપતા રાષ્ટ્રપતિ જો બાઈડન, વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સહિત ઘણા અમેરિકી નેતાઓ પર બેન લગાવ્યો છે. સાથે જ રશિયાએ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.


યુક્રેન પર રશિયાના હુમલા બાદ અમેરિકા, બ્રિટન અને કેનેડા સહિત ઘણા દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા છે. આ સાથે ઘણી મોટી કંપનીઓએ પણ રશિયામાં બિઝનેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. યુકે સરકારે મંગળવારે રશિયામાં 'હાઈ-એન્ડ' લક્ઝરી ચીજોની નિકાસ પર પ્રતિબંધની સાથે વોડકા જેવા મુખ્ય રશિયન ઉત્પાદનો પર નવી આયાત ડ્યુટીની જાહેરાત કરી હતી. બ્રિટને રશિયા અને બેલારુસના 370 લોકો પર પણ પ્રતિબંધ મૂક્યો છે.


યુકે સરકારના જણાવ્યા અનુસાર, પ્રતિબંધિત 370 લોકોની વધારાની યાદીમાં પુતિનના સહાયક, સરકારના પ્રવક્તા અને વડા પ્રધાન મિખાઇલ મિશુસ્ટિન, સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુ અને ભૂતપૂર્વ રશિયન રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવનો સમાવેશ થાય છે.


રશિયા સાથે યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીનું મોટું નિવેદન- નાટોમાં સામેલ નહી થાય યૂક્રેન


રશિયા સાથે ચાલી રહેલા  યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. ઝેલેન્સકીએ કહ્યું છે કે યુક્રેન નાટોમાં જોડાશે નહીં. રશિયાની ન્યૂઝ એજન્સી અનુસાર, ઝેલેન્સકીનું કહેવું છે કે યૂક્રેનને એ હકીકત સ્વીકારવી જોઈએ કે તે નાટોમાં સામેલ નહીં થાય.


બીજી તરફ યૂક્રેન અને રશિયાની વાતચીતનો બીજો રાઉન્ડ યોજવાની યોજનાએ રાજદ્વારી વાટાઘાટોનો માર્ગ ખોલ્યો છે. તે જ સમયે, રશિયન સેના યુક્રેનના ઘણા શહેરો પર હુમલો કરવાનું ચાલુ રાખે છે, જેના કારણે માનવીય સંકટ વધુ ઘેરાયું છે. મંગળવારે સૂર્યોદય થવાના થોડા સમય પહેલા, કિવ મોટા વિસ્ફોટોથી હચમચી ગયું હતું અને રશિયાએ ઘણા મોરચે તેની આગેવાની લીધી હતી. બીજી તરફ, રશિયન સૈન્ય દ્વારા ઘેરાયેલા મારિયુપોલ શહેરમાંથી 160 નાગરિક કારનો કાફલો નિયુક્ત કરવામાં આવેલા કોરિડોરમાંથી રવાના થયો.


બંને દેશો વચ્ચે નવી વાતચીત વીડિયો કોન્ફરન્સ દ્વારા થઈ છે અને ઉચ્ચ સ્તરીય અધિકારીઓ વચ્ચેની વાતચીતનો આ ચોથો રાઉન્ડ છે. તાજેતરમાં, યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયન નેતાઓને કહ્યું છે કે યુક્રેન પર તેમના દેશનો હુમલો ઉલટો પડશે અને આર્થિક પ્રતિબંધોને કારણે તેમના લોકો તેમને નફરત કરશે.  ઝેલેન્સકીએ એક વિડિયોમાં કહ્યું હતું, "યુદ્ધ અપરાધમાં તમારી સંડોવણી બદલ આપ પર (રશિયનો) પર ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે."


યુક્રેનના નેતાએ કહ્યું કે હુમલાને કારણે પશ્ચિમે રશિયા પર સખત આર્થિક પ્રતિબંધો લાદ્યા છે, જેના પરિણામો તમામ રશિયન લોકો ભોગવશે. તેમણે કહ્યું કે રશિયાના નાગરિકો રશિયાના નેતાઓને નફરત કરશે, જેમને તેઓ ઘણા વર્ષોથી રોજેરોજ ઠગી  રહ્યા છે.