Biden Visits Ukraine: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ સોમવારે એક વીડિયો સંબોધનમાં યુએસ પ્રમુખ જો બાઇડનની મુલાકાતના મહત્વ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 'બંને દેશો (યુક્રેન-અમેરિકા) એ વાત પર સહમત થયા છે કે વર્ષ 2023માં રશિયાને હાર આપી દેવી જોઇએ.'
ઝેલેન્સકીએ કહ્યું હતું કે "રાષ્ટ્રપતિ બાઇડન અને મેં બેઠક દરમિયાન આ મુદ્દા પર ગંભીરતાથી ચર્ચા કરી છે. રશિયા દ્વારા ચલાવવામાં આવેલા આ યુદ્ધમાં આપણી સામાન્ય જીત સુનિશ્ચિત કરવા માટે શું કરી શકાય તેની ચર્ચા કરવામાં આવી હતી," તેમણે કહ્યું હતું કે ઝેલેન્સકીએ આ સમયગાળા દરમિયાન અમેરિકાના સહયોગ અને સમર્થન માટે પણ આભાર માન્યો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે "અમે વધુ શસ્ત્રોની સપ્લાય કરવા માટે કામ કરી રહ્યા છીએ જે અગાઉ સપોર્ટ પેકેજમાં સામેલ ન હતા.
બાઇડને આ જાહેરાત કરી હતી
વાસ્તવમાં અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડને યુક્રેનની અઘોષિત મુલાકાત લીધી હતી. યુક્રેન પર રશિયાના આક્રમણની વર્ષગાંઠના થોડા દિવસો પહેલા બાઇડન ઝેલેન્સ્કીને મળ્યા હતા. આ દરમિયાન, તેમણે અડધા અબજ ડોલરની વધારાની યુએસ સહાયની જાહેરાત કરી હતી.
અમેરિકા સાથે છે – બાઇડન
બાઇડને કહ્યું હતું કે “એક વર્ષ પછી કિવ મક્કમ છે. લોકશાહી ઉભી છે. અમેરિકનો તમારી સાથે ઉભા છે અને વિશ્વ તમારી સાથે છે. છેલ્લા એક વર્ષમાં આ યુદ્ધને કારણે હજારો યુક્રેનના સૈનિકો અને નાગરિકો માર્યા ગયા છે. લાખો શરણાર્થીઓએ દેશ છોડી દીધો અને યુક્રેનને અબજો ડોલરનું નુકસાન થયું છે.