ફાયેત્તેવિલે: અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે હવે બસ ત્રણ દિવસની વાર છે. એવામાં અમેરિકાની રાજનીતિના દિગ્ગજ પોતાના પ્રત્યાશિયો માટે વોટ માંગી રહ્યા છે. હાલના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ લોકોને વોટ આપવા માટે અપીલ કરી છે. તેમને લોકોને ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિંટનને મદદ કરવાની અપીલ કરી છે.


ચૂંટણીના અંતિમ તબક્કામાં આખરે બરાક ઓબામાએ પણ માન્યું છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી ખરાખરીનો જંગ છે. ચૂંટણી પ્રચાર માટે ઉત્તરી કેરોલિના પહોંચેલા બરાક ઓબામાએ ખાસ કરીને આફ્રીકન-અમેરિકન સમુદાયને હિલેરી ક્લિંટનને મત આપવાની અપીલ કરી છે. તે દરમિયાન તેમને કહ્યું, ‘આ મુકાબલો ખરાખરીનો ન હોવો જોઈએ, પરંતુ હવે ખાસ કરીને ઉત્તરી કેરોલિનામાં ઘણો નજીકનો મુકાબલો થવા જઈ રહ્યો છે.’