વૉશિંગટનઃ અમેરિકામાં ટ્રમ્પે ચીન પર જબરદસ્ત કાર્યવાહી કરતા ચીનની 11 કંપનીઓ પર વ્યાપાર પ્રતિબંધ લગાવી દીધો છે. આ કંપનીઓ વિરુદ્ધ ચીનના મુસ્લિમ જનસંખ્યા વાળા શિનજિયાંગ વિસ્તારમાં માનવાધિકાર ઉલ્લંઘનના કેસોમાં લપેટાયલુ હોવાની ફરિયાદો છે. અમેરિકા દ્વારા સોમવારે જાહેર થયેલા આ પ્રતિબંધ ચીન પર દબાણ બનાવવાની નવી કોશિશ છે.


ચીનની સત્તાધારી કૉમ્યુનિસ્ટ પાર્ટી પર આ વિસ્તારમાં મુસ્લિમ અલ્પસંખ્યકોની સાથે દૂર્વ્યવહાર, મજૂરી અને મોટી સંખ્યામાં લોકોને પકડી રાખવાનો આરોપો લાગતા રહ્યાં છે.

અમેરિકા અને ચીનના સંબંધોમાં તણાવના કારણોમાં માનવાધિકાર, વ્યાપાર અને ટેકનોલૉજીની સાથે સાથે શિનજિયાંગ પ્રાંતનો મુદ્દો પણ સામેલ છે.



અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે આ આરોપોના કારણે ચીનના ચાર અધિકારીઓ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. વળી, જવાબી કાર્યવાહીમાં બેઇજિંગે તેના માનવાધિકારના રેકોર્ડનો વિરોધ કરનારા અમેરિકાના ચાર સિનેટરો પર દંડ ફટકારવાની જાહેરાત કરી છે.

અમેરિકાના વાણિજ્ય વિભાગે કહ્યું કે પ્રતિબંધિત યાદીમાં નાંખવાથી આ 11 કંપનીઓની અમેરિકન સામાન અને ટેકનોલૉજી સુધીની પહોંચ સિમીત થઇ જશે. જોકે, વિભાગે એ વાતની જાણકારી નથી આપી કે આનાથી કયા સામાનો પર અસર પડશે.