અમેરિકાની ફાર્મા કંપની મૉડર્નાએ કોરોના વેક્સીન બનાવવાની આશા જગાવી છે. કંપનીએ દાવો કર્યો છે કે આ રસીનું કુલ 45 લોકો પર ક્લિનિકલ ટ્રાયલ કે હ્યુમન ટ્રાયલ કરવામાં આવ્યું છે અને તે સફળ રહ્યું છે. અમેરિકાના સિએટલમાં વોલેંટિયર્સે 8 ગ્રુપ પર આ પરીક્ષણ કર્યુ હતું. જે લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું તેમના શરીરમાં આ વેકસીનથી એન્ટી બોન્ડી બની રહી છે. જે વાયરસ સામે લડવામાં સક્ષમ સાબિત થઈ રહી છે.
કંપનીના કહેવા પ્રમાણે, હ્યુમન ક્લીનિક્લ ટ્રાયલની શરૂઆતના પોઝિટિવ પરિમામ આવ્યા છે અને હવે જુલાઈમાં વેક્સીનના ટ્રાયલનો ત્રીજો તબક્કો શરૂ કરવામાં આવશે. કંપની જાન્યુઆરીથી વેકસીન પર કામ કરી રહી છે અને આ માટે જરૂરી જેનેટિક કોડ હાંસલ કર્યા અને બાદમાં થોડા જ દિવસોમાં વ્યક્તિ પણ ટ્રાયલ કરવાની સફર ઓછા દિવસોમાં પૂરી કરી હતી. જે લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું તેમના સામે આવેલા રિઝલ્ટ પરતી વેકસીનનો ઉપયોગ મનુષ્યો પર કરવા માટે સુરક્ષિત છે તેમ કહી શકાય.
કોરોનાની ટ્રાયલ વેક્સીનમાં કેટલીક સાઇટ ઇફેક્ટ જોવા મળી હતી પરંતુ તે વધારે ગંભીર નહોતી.