Coronavirus: કોરોના વાયરસનો કહેર અમેરિકામાં સતત વધી રહ્યો છે. અહીં દરરોજ આશરે 2 હજાર લોકોના મોત થઈ રહ્યા છે. શુક્રવારે 29,043 નવા કેસ સામે આવ્યા છે અને 1671 લોકોના કોરોના વાયરસથી મોત થયા છે. આના એક દિવસ પહેલા અમેરિકામાં 29,531 નવા કેસ સામે આવ્યા હતા અને 2129 લોકોના મોત થયા હતા. દુનિયાના આશરે ત્રીજા ભાગના કેસ અમેરિકામાં છે. અહીં 13 લાખ લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે. ન્યૂયોર્ક, ન્યૂજર્સી, કેલિફોર્નિયામાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે.


વર્લ્ડોમીટર મુજબ, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા શનિવાર સવાર સુધી વધીને 13 લાખ 21 હજાર 666 થઈ છે. અહીં કુલ 78,599 લોકોના મોત થયા છે. જ્યારે બે લાખ 23 હજાર લોકો સ્વસ્થ થયા છે. અમેરિકા ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધુ 340705 કેસ સામે આવ્યા છે. માત્ર ન્યૂયોર્કમાં 26585 લોકોના મોત થયા છે. ન્યૂજર્સીમાં 137212 કોરોના દર્દીઓમાંથી 8986 લોકોના મોત થયા છે. મૈસાચુસેટ્સ,ઈલિનોયસ પણ સૌથી વધુ પ્રભાવિત છે.

અમેરિકાએ બેરોજગારીનો સૌથી ખરાબ સમય 1933માં જોયો હતો જ્યારે દુનિયા વૈશ્વિક મંદીની ચપેટમાં આવી હતી, જેની શરૂઆત અમેરિકાથી થઈ હતી. એ સમયે અમેરિકામાં બેરોજગારી દર 25 ટકા સુધી પહોંચ્યો હતો. હાલ પણ અમેરિકી અર્થશાસ્ત્રી એ વાતની આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે અમેરિકામાં મે મહિનામાં બેરોજગારીનો દર 20 ટકાને પાર કરશે, કારણ કે આગામી કેટલાક મહિનાઓ સુધી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવી મુશ્કેલ છે. એક આશંકા છે કે આ બેરોજગારી 2021 સુધી રહી શકે છે.