રશિયામા છેલ્લા 24 કલાકમાં 88 લોકોના મોત સાથે મૃતકોની સંખ્યા વધીને 1625 થઈ ગઈ છે જ્યારે વધુ 2476 લોકો સ્વસ્થ થયા છે. કુલ 23,803 દર્દીઓ કોરોનાના ભરડામાંથી બહાર આવ્યા છે.
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજધાની મૉસ્કોમાં 6703 નવા કેસ સામે આવ્યા છે, તેની સાથે અહીં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 92,676 થઈ ગઈ છે. ટેસ્ટિંગ મામલે રશિયામા 40.80 લાખ લોકોનું કોવિડ-19ની ટેસ્ટિંગ થઈ ગઈ છે. તે સિવાય 2,31,623 લોકોની દેખરેખ રાખવામાં આવી રહી છે.
દુનિયાભરના 212 દેશોમાં છેલ્લા 24 કલાકમાં 96,104 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે અને મૃતકોની સંખ્યામાં 5584નો વધારો થયો છે. વર્લ્ડોમીટર પ્રમાણે, દુનિયાભરમાં અત્યાર સુધી 39 લાખ 13 હજાર 486 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 2 લાખ 70 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 13 લાખ 40 હજાર લોકો સંક્રમણમાંથી મુક્ત પણ થયા છે. દુનિયાના 73 ટકા કોરોના કેસ માત્ર દસ દેશોમાંથી સામે આવ્યા છે. આ દેશોમાં 28 લાખ 65 હજાર કોરોના કેસ સામે આવ્યા છે.