નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 રદ કરવા મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદ તરફથી મળેલા ઝટકા વચ્ચે પાકિસ્તાનને વધુ એક ઝટકો લાગ્યો છે. આર્થિક તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને અમેરિકાએ એક ઝટકો આપ્યો છે. પાકિસ્તાની ન્યૂઝપેપર એક્સપ્રેસ ટ્રિબ્યૂનના મતે અમેરિકાએ પાકિસ્તાનને આપનારી આર્થિક મદદમાં 440 મિલિયન અમેરિકન ડોલર એટલે કે 3100 કરોડ રૂપિયાનો કાપ મુક્યો છે. અમેરિકા પાકિસ્તાનને આ આર્થિક મદદ પાકિસ્તાન  ઇનહેન્સ પાર્ટનરશીપ એગ્રીમેન્ટ 2010 હેઠળ આપે છે. ઇમરાન ખાનની અમેરિકા પ્રવાસના ત્રણ સપ્તાહ અગાઉ આ વાતની જાણકારી પાકિસ્તાનને આપવામાં આવી હતી.


રિપોર્ટના મતે પાકિસ્તાન ઇનહેન્સ પાર્ટનરશીપ એગ્રીમેન્ટ, કેરી લુગર બર્મન એક્ટને બનાવવી રાખવા માટે સપ્ટેમ્બર 2010માં સાઇન કર્યુ હતું. કેરી લુગર બર્મન એક્ટને અમેરિકન સંસદે ઓક્ટોબર 2009માં પાસ કર્યુ હતું. આ એક્ટ હેઠળ પાંચ વર્ષમાં અમેરિકા પાકિસ્તાનને 7.5 અબજ અમેરિકન ડોલરની આર્થિક મદદ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અમેરિકા પાકિસ્તાનને 4.5 અબજ ડોલરની મદદ કરવાની હતી જે હવે ઘટીને 4.1 અબજ ડોલર પર આવી ગઇ છે.

છેલ્લા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાની મિલિટ્રીને પાકિસ્તાનને આવનારી સહાયતામાં  300  મિલિયન ડોલરનો કાપ મુક્યો હતો. આ પાછળનું કારણ પાકિસ્તાને આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી ન કરી હોવાના કારણે કરાઇ હતી. અમેરિકન રાષ્ટ્રપતિ  ડોનાલ્ડ ટ્રમ્પ પર પાકિસ્તાનને આ અગાઉ ચેતવણી આપી હતી. આ સાથે પાકિસ્તાનને હક્કાની નેટવર્કને ખત્મ કરવામાં અસફળ રહેવા પર પેન્ટાગોને આર્થિક મદદમાં એક અબજ ડોલરનો ઘટાડો કર્યો હતો. નોંધનીય છે કે પાકિસ્તાન કેટલાક સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યું છે. નવા વડાપ્રધાન ઇમરાન ખાન સામે સૌથી મોટો પડકાર પાકિસ્તાનને આ આર્થિક તંગીમાંથી  બહાર કાઢવાનો છે. ઇમરાન ખાન સરકારી ખર્ચામાં ઘટાડો કરવાના અનેક નિર્ણય લીધા છે.