વૉશિંગટન: ટ્રંપ પ્રશાસને પોતાના તે આદેશને પરત ખેંચી લીધો છે, જેમાં કહ્યું હતું કે, ભારતીય સહિત હજારો તે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પરત તેમના દેશમાં મોકલી દેવાશે જેની યુનિવર્સિટી આ વર્ષે સપ્ટેમ્બરથી શરૂ થનારા શૈક્ષણિક સત્રમાં માત્ર ઓનલાઈન જ ક્લાસ લેશે.
અમેરિકાના ઈમિગ્રેશન અધિકારીઓએ 6 જુલાઈએ જાહેરાત કરી હતી કે, તે વિદેશી વિદ્યાર્થીઓએ દેશ છોડવું પડશે અથવા તેમને તેમના દેશ મોકલી દેવામાં આવશે જેમની યુનિવર્સિટી સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી સેમેસ્ટર દરમિયાન માત્ર ઓનલાઇન ક્લાસ આપશે. આ નિર્ણય બાદ દેશભરમાં આક્રોશ અને મોટી સંખ્યામાં સંસ્થાઓ દ્વારા કેસ દાખલ કર્યા હતા. વિરોધ બાદ ટ્રંપ પ્રશાસને આ આદેશ પરત ખેંચી લીધો છે.
આ નિર્ણય બાદ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને રાહત થઈ છે, શૈક્ષણિક વર્ષ 2018-19માં અમેરિકામાં 10 લાખથી વધુ આંતરરાષ્ટ્રયી વિદ્યાર્થી રહેતા હતા. સ્ટૂડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ (એસઈવીપી) અનુસાર જાન્યુઆરીમાં અમેરિકાના વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં 1,94,556 ભારતીય વિદ્યાર્થી રજીસ્ટરડ હતા.
ભારે વિરોધ બાદ ટ્રંપ પ્રશાસને વિદ્યાર્થી સંબંધિત વિઝા નીતિ રદ્દ કરી, ભારતીય વિદ્યાર્થીઓને રાહત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Jul 2020 04:57 PM (IST)
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને લઈને વિઝા નીતિમાં ફેરફારને લઈને દેશભરમાં ભારે વિરોધ થઈ રહ્યો હતો તેના બાદ ટ્રંપ પ્રશાસને આ આદેશ પરત ખેંચી લીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -