વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-ચીન સરહદ વિવાદ પર ફરી એક વખત મધ્યસ્થતાની ઓફર કરી છે. તેમણે કહ્યું, ભારત-ચીન સરહદની હાલત ખૂબ ખરાબ છે અને ચીન વધારે મજબૂતી સાથે તેને વધારવા જઈ રહ્યું  છે.અમે આ મામલે સામેલ થવા અને મદદ કરવા ઈચ્છીશું. વ્હાઇટ હાઉસમાં પત્રકારોને સંબોધતા તેમણે કહ્યું, ભારત અને ચીનના સંબંધમાં અમે મદદ કરવા તૈયાર છીએ.


શું ચીન ભારત સાથે દાદાગિરી કરવાની કોશિશ કરી રહ્યું છે. જેના પર ટ્રમ્પે કહ્યું, આશા રાખું છું કે આમ ન થાય, પરંતુ ચીન નિશ્ચિત રીતે આમ કરવા જઈ રહ્યું છે. ટ્રમ્પે તેના પરિવારના ભારત પ્રત્યે પ્રેમનો સંકેત આપતાં જણાવ્યું કે, તેમની દીકરી ઈવાન્કા, પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર અને તેની મિત્ર કિમ્બલી ગિલફૉય ભારત અંગે ઘણું વિચારે છે.

ટ્રમ્પે કહ્યું, આ યુવાઓ નરેન્દ્ર મોદી અંગે પણ વિચારે છે. વર્ષ 2016માં થેયલી ચૂંટણીમાં પણ ટ્રમ્પના પરિવારે ભારતીય-અમેરિકન સમુદાય વચ્ચે પ્રચાર કર્યો હતો. ઈવાન્કા ભારત અંગ ટ્વિટ પણ કરતી રહે છે.