US Iran War LIVE: 'આ યુદ્ધનો અંત નથી પરંતુ...', અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ પર મોજતબા ખામેનેઈનું મોટું નિવેદન

US Iran War LIVE:  મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કરી છે.

gujarati.abplive.comLast Updated: 08 Apr 2026 02:01 PM

બ્રેકગ્રાઉન્ડ

US Iran War LIVE:  મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. ટ્રમ્પે મંગળવારે (7 એપ્રિલ) જાહેરાત કરી હતી કે અમેરિકા ઈરાન સાથે બે...More

US Iran War LIVE: યુદ્ધવિરામ પર રશિયાના વિદેશ મંત્રાલયનું નિવેદન

રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ જણાવ્યું હતું કે અમેરિકા અને ઇઝરાયલે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર "એકપક્ષીય, આક્રમક અને ઉશ્કેરણી વિનાનો હુમલો" કર્યો હતો, જેના પરિણામે તેમની "કારમી હાર" થઈ હતી. તેમણે સ્પુતનિક રેડિયો પર કહ્યું હતું કે, "અમારા દેશે શરૂઆતથી જ પોતાના પહેલા નિવેદનોમાં કહ્યું છે કે આ આક્રમણ તાત્કાલિક બંધ થવું જોઈએ.