America Firing News: અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગની ઘટના બની છે. અહીં ફિલાડેલ્ફિયાના કેન્સિંગ્ટન વિસ્તારમાં શનિવારે રાત્રે થયેલા ફાયરિંગમાં 12 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.






ફાયરિંગ ક્યા કારણોસર કરવામાં આવ્યું તે હજુ સ્પષ્ટ નથી


રિપોર્ટ અનુસાર,  આ ઘટના શનિવારે રાત્રે પૂર્વ એલેઘેની અને કેન્સિંગ્ટન એવન્યુ વિસ્તારમાં બની હતી. જો કે હજુ સુધી ઘાયલોની સ્થિતિ અંગે પોલીસ તરફથી કોઈ માહિતી મળી નથી. આ સિવાય ફાયરિંગ કયા કારણોસર થયું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ઉત્તર કેરોલિનાના રેલેમાં તાજેતરના ગોળીબાર પર શોક વ્યક્ત કર્યો હતો. આ ફાયરિંગમાં પાંચ લોકોના મોત થયા હતા જ્યારે બે લોકો ઘાયલ થયા હતા.


Somalia Blast: ધડાકાથી ધણધણ્યું સોમાલિયા, મોગાદિશુમાં આત્મઘાતી હુમલામાં 15થી વધુ લોકોના મોત, અનેક ઘાયલ


Somalia Suicide Bombing- સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં શહેરના દક્ષિણમાં એક સૈન્ય મથક પર થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે. આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ માટે કોણ જવાબદાર છે તે સ્પષ્ટ નથી. રાજ્ય-સંચાલિત સોમાલી નેશનલ ન્યૂઝ એજન્સીએ  અલ-શબાબ પર હુમલાનો આરોપ મૂક્યો હતો, જેણે ગયા અઠવાડિયે બે કાર બોમ્બ વિસ્ફોટોની જવાબદારી લીધી હતી.


અલ-શબાબે જવાબદારી લીધી


અલ-કાયદા સાથે સંકળાયેલા એક ઉગ્રવાદી જૂથ અલ-શબાબે આ હુમલાની જવાબદારી સ્વીકારી કહ્યું કે તે શિક્ષણ મંત્રાલયને નિશાન બનાવી રહ્યું છે, કારણ કે તે માને છે કે તે "સોમાલી બાળકોને ઇસ્લામિક ધર્મમાંથી દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે". ગારોવે ન્યૂઝ પોર્ટલે જણાવ્યું હતું કે વિસ્ફોટ શનિવારે જનરલ ધગબાદન લશ્કરી તાલીમ સુવિધામાં થયો હતો, જે ભૂતપૂર્વ કેન્ડી ફેક્ટરીમાં સ્થિત છે.


 


નોંધનીય છે કે ગત દિવસોમાં અમેરિકાના ફ્લોરિડાના ટામ્પા શહેરમાં ગોળીબારની ઘટના બની હતી. આ ગોળીબારમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે છ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે કહ્યું હતું કે બારની અંદર બે પક્ષો વચ્ચે બોલાચાલીને કારણે ફાયરિંગ થયું હતું. ક્લબમાં બોલાચાલીમાં સામેલ લોકો વચ્ચેનો વિવાદ એટલો ઉગ્ર બન્યો કે તેઓએ એકબીજા પર ફાયરિંગ શરૂ કરી દીધું.