US military attack venezuela: અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર ભારે તણાવ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા (Social Media) પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં અમેરિકન સૈનિકો કોઈ હોલિવૂડ ફિલ્મના દ્રશ્યની જેમ હેલિકોપ્ટરમાંથી ઉતરીને કાર્યવાહી કરતા જોવા મળે છે. ભારેખમ ચિનૂક હેલિકોપ્ટર (Chinook Helicopter) દ્વારા કરાયેલી આ લશ્કરી કવાયત જોઈને દુનિયાભરના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Continues below advertisement

રાજધાની કારાકાસમાં અમેરિકન સેનાનું ઓપરેશન?

હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે લશ્કરી તણાવ (Military Tension) ચરમસીમાએ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદન બાદ સ્થિતિ વધુ ગંભીર બની છે. આ માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અમેરિકન આર્મીએ વેનેઝુએલાની રાજધાની કારાકાસ સહિતના મહત્વના વિસ્તારોમાં ધામા નાખ્યા છે. વાયરલ ફૂટેજમાં જોઈ શકાય છે કે સૈનિકો અત્યંત જોખમી રીતે દોરડાની મદદથી હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરી રહ્યા છે અને વિસ્તારને ઘેરી રહ્યા છે. આ દ્રશ્યો જોઈને નેટીઝન્સ તેને 'હાઈ રિસ્ક મિશન' ગણાવી રહ્યા છે.

Continues below advertisement

કેમ ખાસ છે CH-47 ચિનૂક હેલિકોપ્ટર?

આ ઓપરેશનમાં અમેરિકન સેનાએ જે હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો છે, તે CH-47 ચિનૂક (CH-47 Chinook) છે. તેને દુનિયાના સૌથી શક્તિશાળી અને ભરોસાપાત્ર લશ્કરી હેલિકોપ્ટર્સમાંનું એક માનવામાં આવે છે.

ક્ષમતા: આ હેલિકોપ્ટર એક ફેરામાં 10 થી 12 ટન વજન અથવા 40 થી વધુ સૈનિકોને લઈ જવાની તાકાત ધરાવે છે.

ડિઝાઇન: તેમાં બે મોટા રોટર (પંખા) હોવાથી તે ભારે પવન અને દુર્ગમ પહાડી વિસ્તારોમાં પણ સરળતાથી સંતુલન જાળવી શકે છે.

ઘાતક હથિયારો: જરૂર પડ્યે આ હેલિકોપ્ટર પર મશીનગન અને ડિફેન્સ સિસ્ટમ પણ લગાવી શકાય છે, જે તેને દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને હુમલો કરવા માટે સક્ષમ બનાવે છે.

સોશિયલ મીડિયા પર અમેરિકાની તાકાતની ચર્ચા

આ વીડિયો વિવિધ પ્લેટફોર્મ પર લાખો વખત જોવાયો છે અને તેના પર અસંખ્ય લાઈક્સ આવી છે. વાયરલ વીડિયો (Viral Video) જોઈને યુઝર્સ અમેરિકાની સૈન્ય શક્તિના વખાણ કરી રહ્યા છે. કોમેન્ટ સેક્શનમાં લોકો લખી રહ્યા છે કે, "અમેરિકા ધારે તો વિશ્વના કોઈપણ ખૂણે પોતાની તાકાત બતાવી શકે છે." એક યુઝરે લખ્યું હતું કે, "દુનિયામાં બાદશાહ એક જ છે અને તે અમેરિકા છે." આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે યુએસ આર્મી (US Army) ની ઓપરેશનલ ક્ષમતા અજોડ છે.