ફાઈઝરની વેક્સીની લગાવ્યાના એક સપ્તાહ બાદ આ દેશમાં નર્સ થઈ કોરોના પોઝિટિવ, જાણો વિગતે
રિપોર્ટ અનુસાર, 45 વર્ષીય નર્સ ફાઈઝરની વેક્સીન લગાવ્યાના એક સપ્તાહ બાદ કોરોના પોઝિટિવ આવી છે.
Continues below advertisement

Vaccine: અમેરિકાની ફાઈઝર અને જર્મનીની બાયોએનટેક દવા નિર્માતા કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી ફાઈઝરની કોરોના વેક્સીનને બ્રિટેન અને અમેરિકા સહિત દુનિયાભરના અનેક દેશોમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. તેની વચ્ચે કેલિફોર્નિયાથી વેક્સીનને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક નર્સ વેક્સીન લગાવ્યા બાદ કોરોના પોઝિટિવ આવી છે.
એસીબી ન્યૂઝના રિપોર્ટ અનુસાર, કેલિફોર્નિયાની 45 વર્ષીય નર્સ ફાઈઝરની વેક્સીન લગાવ્યાના એક સપ્તાહ બાદ કોરોના પોઝિટિવ આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વેક્સિન લગાવ્યાના 6 દિવસ બાદ ક્રિસમસની પૂર્વ સંધ્યાએ કોવિડ-19 યુનિટમાં કામ કર્યા બાદ નર્સ બીમાર થઈ ગઈ હતી. નર્સને શરીરમાં દુખાવો થાકનો અનુભવ થવા લાગ્યો હતો. નર્સ હોસ્પિટલ ગઈ હતી અને કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. એવામાં હવે વેક્સીન પર સવાલો ઉઠી રહ્યાં છે.
રોયટર્સ અનુસાર, બે અલગ સ્થાનીક હોસ્પિટલમાં નર્સનું કામ કરનાર મેથ્યૂ ડબ્લ્યૂએ 18 ડિસેમ્બરે પોતાના ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું કે, તેણે ફાઈઝરની વેક્સીન લીધી હતી.
સેન ડિઆગોમાં ફેમિલી હેલ્થ સેન્ટર્સમાં સંક્રમણ બીમારીના વિશેષજ્ઞ ક્રિશ્ચિયન રેમર્સે એબીસી ન્યૂઝને જણાવ્યું કે, આવી આશા કરવામાં આવી નહોતી. રેમર્સે કહ્યું કે, વેક્સીનના ક્લિનિકલ ટ્રાયલથી એ જાણી શકાયું છે કે વેક્સીન લગાવ્યાના 10 થી 14 દિવસ બાદ શરીરમાં પ્રોટીન બને છે. તેમણે કહ્યું કે, “પ્રથમ ડોઝ થી 50 ટકા અને બીજા ડોઝથી 95 ટકા એન્ટીબોડી ક્ષમતા વિકસિત થાય છે. ”
Continues below advertisement