અણુ હુમલાની ધમકી પર અમેરિકા સખ્ત, કહ્યું- ભારતને ધમકી ના આપે પાકિસ્તાન
abpasmita.in | 01 Oct 2016 04:56 PM (IST)
નવી દિલ્લીઃ ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઇક કર્યા બાદ પાકિસ્તાન ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી રહ્યું છે ત્યારે અમેરિકાએ પાકિસ્તાનને ભારત પર પરમાણુ હુમલાની ધમકીઓને લઇને કડક ચેતવણી આપી છે. વિદેશ મંત્રાલયના એક અધિકારીના કહેવા પ્રમાણે, પાકિસ્તાન દ્ધારા પરમાણુ હુમલાની ધમકી પર અમેરિકાએ વિરોધ નોંધાવી નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકાએ કહ્યું કે, પાકિસ્તાન કોઇ પણ પ્રકારે ભારતને પરમાણુ હુમલાની ધમકી આપે નહીં. જોકે, એ સ્પષ્ટ નથી કે પાકિસ્તાનનો આ સંદેશ ક્યા સ્તરે આપવામાં આવ્યો છે. તાજેતરમાં પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે એક પાકિસ્તાની ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સંકેત આપ્યો હતો કે પાકિસ્તાન ભારત વિરુદ્ધ યુદ્ધમાં પરમાણુ વેપન્સનો ઉપયોગ કરી શકે છે. મોહમ્મદે ભારતને ખત્મ કરી દેવાની ધમકી આપી હતી.