આ ઉપરાંત તેમણે ભારતને અમેરિકાનું નેચરલ પાર્ટનર ગણાવ્યું હતું. એક વર્ચુઅલ ફંડ રેઝર ઈવેન્ટમાં અમેરિકા-ભારત વચ્ચે સંબંધો અંગે સવાલ પૂછવા પર તેમણે કહ્યું, "અમારી સુરક્ષા માટે પાર્ટનર તરીકે ભારતની જરૂર છે અને તેમની પણ સુરક્ષા માટે આ મહત્વપૂર્ણ છે."
તાજેતરમાં બિડેને પોતાના કેંપેનમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કોવિડ-19ના કારણે ફેલાયેલી મહામારીને કંટ્રોલ કરવાને લઈ ટ્રમ્પ સરકારને અસફળ સરકાર ગણાવી હતી. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે મહામારી સામે આત્મસમર્પણ કરી દીધું છે અને સફેદ ઝંડો લહેરાવ્યો ચે. તેમણે યુદ્ધનું મેદાન છોડી દીધું છે.
વર્લ્ડોમીટર મુજબ, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા ગુરુવારે સવારે સુધીમાં વધીને 27 લાખ 78 હજાર પાર થઈ ગઈ છે. કુલ 1 લાખ 30 હજાર 789 લોકોના મોત થયા છે. જ્યારે 11 લાખ 59 હજાર લોકો ઠીક થઈ ગયા છે. જે કુલ સંક્રમિતોના 41 ટકા છે. 14 લાખ 87 હજાર લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જે કુલ સંક્રમિતોના 54 ટકા છે.