નવી દિલ્હી: ચીન અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપે ચીનથી આવતા પેસેન્જર વિમાનો પર પ્રતિબંધ લગાવી દીધો છે. 16 જૂનથી બન્ને દેશો વચ્ચે વિમાન સેવા બંધ થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની મહામારીને લઈ હાલ બે મહિનામાં બન્ને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા છે. ગત દિવસોમાં અનેક પ્રકારના આર્થિક સંબંધો ચીન સાથે અમેરિકાએ તોડી દીધાં હતા.
કોરોના વાયરસની મહામારીને લઈ ટ્રંપ સતત ચીન પર નિશાન સાધી રહ્યાં છે. ઘણીવાર ટ્રંપ કોરોના વાયરસને ચાઈનીઝ વાયરસ કહીને સંબોધન કર્યું હતું. આ સિવાય તેઓ આરોપ પણ લગાવી ચૂક્યા છે કે, ચીને દુનિયાને આ વાયરસ અંગે જણાવવામાં મોડું કર્યું અને તેનું વલણ સારું નથી.
રાષ્ટ્રપતિ ટ્રંપ ચીન પર WHOને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવી વિશ્વ આરોગ્ય સંગઠન સાથે પણ સંબંધ તોડી દીધાં છે. તેમના WHOમાં ચીન ચાર કરોડ ડોલર તો અમેરિકા 45 કરોડ ડોલરનું યોગદાન આપે છે તેમ છતાં અમેરિકાના અનુરોધ પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.
ડોનાલ્ડ ટ્રંપનો મોટો નિર્ણય, 16 જૂનથી ચીન અને અમેરિકા વચ્ચે વિમાન સેવા પર પ્રતિબંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Jun 2020 10:46 PM (IST)
કોરોના વાયરસની મહામારીને લઈ હાલ બે મહિનામાં બન્ને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા છે. ગત દિવસોમાં અનેક પ્રકારના આર્થિક સંબંધો ચીન સાથે અમેરિકાએ તોડી દીધાં હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -