વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જૂનમાં થનારી G-7 સમિટને મુલત્વી રાખવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પે કહ્યું મેં આ સમિટને ટાળવાનો નિર્ણય કર્યો છે. મને નથી લાગતું કે G-7 વિશ્વની હાલની સ્થિતિનું યોગ્ય રીતે પ્રતિનિધિત્વ કરે. તે દેશોનું ખૂબ જ જૂનો સમુહો છે. ટ્રમ્પે ભારત, રશિયા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાના આ સમૂહને સામલે કરવાની સલાહ આપી છે. પહેલા આ બેઠક 10 થી 12 જૂન વચ્ચે યોજાવાની હતી પરંતુ કોરોનાને જોતા બેઠક ટાળી દેવામાં આવી છે.

ટ્રમ્પે કહ્યું, "હું G-7 સમિટને સ્થગિત કરી રહ્યો છું. કારણકે મને લાગે છે કે હાલ વિશ્વમાં જે ચાલી રહ્યું છે તેમાં આમ કરવું યોગ્ય નથી. આ દેશોને ખૂબ જ જૂનો સમૂહ થઈ ગયો છે. જેમાં ભારત, રશિયા, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા પણ હોવા જોઈએ."



ટ્રમ્પે એમ પણ કહ્યું કે G-7ની જગ્યાએ મોટી સમિટ બોલાવવામાં આવશે. તેમાં ભારત, રશિયા, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોને પણ આમંત્રિત કરવાની ઈચ્છા છે. તે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક પહેલા કે તેના પછી થાય તેવી શકયતા છે.

G-7માં અમેરિકા, ફ્રાન્સ, કેનેડા, બ્રિટન, જર્મની, જાપાન અને ઈટાલી સામેલ છે. તમામ સભ્ય દેશો એક પછી એક વાર્ષિક બેઠકનું આયોજન કરે છે. આ વખતે અમેરિકાના કેમ્પ ડેવિડમાં G-7 સમિટ થવાની હતી. જોકે કોરોનાને કારણે સભ્ય દેશોના નેતાઓનું વ્યક્તિગત રીતે આવવું મુશ્કેલ હતું. તેના પગલે વીડિયો કોન્ફોરન્સિંગના માધ્યમથી જૂનમાં આ બેઠક બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.