US China Trade War: ટ્રમ્પની ચીનને ધમકી, કહ્યું'...તો 50 ટકા ટેક્સ લગાવીશું'
આ પછી ચીને કાર્યવાહી કરતા અમેરિકા પર 34 ટકા ટેરિફ લગાવ્યો હતો. ટ્રમ્પે ચીની આયાત પર 50 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી

US China Trade War: અમેરિકા તરફથી વિશ્વભરના દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવાથી ટ્રેડ વોર યુદ્ધ શરૂ થયું છે. ટ્રમ્પે અમેરિકામાં આયાત થતા ચીનની ચીજવસ્તુઓ પર પહેલાથી જ 20 ટકા ટેરિફ લાદી દીધો છે. હવે તેઓએ ચીન પર 34 ટકાનો પારસ્પરિક ટેરિફ લાદ્યો છે, ત્યારબાદ ચીની માલ પરનો ટેરિફ વધીને 54 ટકા થઈ ગયો છે. આ પછી ચીને કાર્યવાહી કરતા અમેરિકા પર 34 ટકા ટેરિફ લગાવ્યો હતો. ટ્રમ્પે ચીની આયાત પર 50 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી, જેનાથી ચીની માલ પરનો ટેરિફ 70 ટકા સુધી વધી જશે.
અમેરિકાએ ચીનને એક દિવસનો સમય આપ્યો
ટ્રેન્ડિંગ



અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે જો ચીન આવતીકાલ (મંગળવાર 8 એપ્રિલ 2025) સુધીમાં તેમના પ્રારંભિક ટેરિફના જવાબમાં અમેરિકન માલ પર લાદવામાં આવેલા વધારાના ટેરિફ પાછા નહીં ખેંચે તો તેઓ બુધવાર સુધીમાં ચીની આયાત પર 50 ટકા ટેરિફ લાદશે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે જો જવાબી ટેરિફ પાછા ખેંચવામાં નહીં આવે તો અમેરિકા ચીન સાથેની બધી વાટાઘાટો સમાપ્ત કરશે.
ચીને અમેરિકા પર લગાવ્યો ટેરિફ
ચીનના નાણા મંત્રાલયે શુક્રવારે (4 એપ્રિલ, 2025) જણાવ્યું હતું કે 10 એપ્રિલથી અમેરિકાથી આયાત થતી તમામ ચીજવસ્તુઓ પર 34 ટકાનો વધારાનો ટેરિફ લાદવામાં આવશે. ચીને અમેરિકાના ટેરિફને ગુંડાગીરી ગણાવી હતી અને કહ્યું હતું કે તે માત્ર અમેરિકાના હિતોને નુકસાન પહોંચાડશે નહીં પરંતુ વૈશ્વિક આર્થિક વિકાસ અને સપ્લાય ચેઇનને પણ જોખમમાં મૂકશે.
ચીને ખોટું પગલું ભર્યું - ટ્રમ્પ
આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના 34 ટકા ટેરિફ લાદવાના નિર્ણયને ગભરાટ ભર્યો ગણાવ્યો હતો. "ચીને ખોટું પગલું ભર્યું છે. તેઓ ગભરાઈ રહ્યા છે. આ એવી વસ્તુ છે જે તેઓ પરવડી શકે તેમ નથી. ચીનના બદલો લેવાના ટેરિફ તેમને ખૂબ મોંઘા પડશે.
ચીનના વિદેશ મંત્રાલયે અમેરિકાના નવા ટેરિફની આકરી ટીકા કરી છે. ચીને કહ્યું કે અમેરિકા એવા પગલાં લઈ રહ્યું છે જે માત્ર તેના ફાયદા માટે છે અને બીજાને નુકસાન પહોંચાડવા માટે. તેને એકપક્ષીય વલણ ગણાવતા ચીને કહ્યું કે ધમકીઓ અને દબાણથી વાતચીત ન થઈ શકે.
લિન જિયાને આ વાત કહી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને એએફપીને જણાવ્યું હતું કે, "યુનાઇટેડ સ્ટેટ્સ પારસ્પરિક કરના નામે વિશ્વને ધમકાવવા માંગે છે. તે પોતાના ફાયદા માટે અન્ય દેશોના હિતોની અવગણના કરી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય નિયમોની જગ્યાએ પોતાના નિયમો લાદી રહ્યું છે." જિયાને કહ્યું, "આ સંપૂર્ણપણે એકતરફી વિચારસરણી, સ્વાર્થી નીતિ છે. અમેરિકા પોતાનું આર્થિક વર્ચસ્વ વધારવા માંગે છે.