Joe Biden Corona Positive: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન ફરી એકવાર કોરોના સંક્રમિત થયા છે. આ વાતની પુષ્ટિ કરતા વ્હાઇટ હાઉસના ફિઝિશિયન ડૉક્ટર કેવિન ઓ'કૉનરે કરી છે. તેમણે કહ્યુ હતું કે રાષ્ટ્રપતિ જો બાઇડન સંપૂર્ણપણે સ્વસ્થ છે. આ રિબાઉન્ડનો કેસ છે, જેમાં રાષ્ટ્રપતિમાં કોરોનાના કોઈપણ લક્ષણો જોવા મળ્યા નથી.

Continues below advertisement

Continues below advertisement

કેવિન ઓ'કૉનરના સત્તાવાર નિવેદન અનુસાર, ફરી એકવાર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનને આઇસોલેશનમાં રહેવું પડશે. હાલમાં આ વખતે બાઇડનને ઓછામાં ઓછા પાંચ દિવસ માટે આઈસોલેશનમાં રાખવામાં આવશે. આ અઠવાડિયે બુધવારે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

21 જૂલાઈના રોજ કોરોના સંક્રમિત મળી આવ્યા હતા

વાસ્તવમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનને 21 જૂલાઈના રોજ કોરોના સંક્રમિત મળ્યા બાદ જ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનામાં કેટલાક લક્ષણો પણ જોવા મળ્યા હતા. હાલમાં આ અઠવાડિયે મંગળવારે સાંજે બુધવારે સવારે, ગુરુવારે સવારે અને શુક્રવારે સવારે તેમનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. રાષ્ટ્રપતિ જો બાઇડનનો શનિવારે મોડી રાત્રે કરવામાં આવેલા કોરોનાનો એન્ટિજન રિપોર્ટ ફરી એક વખત પોઝિટિવ આવ્યો છે.

આગામી ઇવેન્ટ્સ રદ કરી

હાલમાં કોરોના સંક્રમિત થયા પછી પણ જો બાઇડન વ્હાઇટ હાઉસથી તેમની બેઠકોમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લઈ રહ્યા છે. આ સાથે વ્હાઇટ હાઉસ દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલમાં રાષ્ટ્રપતિ આઇસોલેશનમાં રહેશે.