વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ પદેથી વિદાય થવાને હવે ડોનાલ્ડ ટ્રમ્પને ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. સત્તાના અંતિમ દિવસે તેમણે અનેક દયા અરજીને મંજૂરી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે 73 લોકોની સજા માફ કરી છે. આ લિસ્ટમાં ટ્રમ્પના રાજકીય સહયોગી રહેલા લોકોના નામ પણ સામેલ છે. ટ્રમ્પ તરફથી માફ કરવામાં આવેલા લોકોમાં વ્હાઇટ હાઉસના પૂર્વ સલાહકાર સ્ટીવ બેનન તથા રેપર્સ લીલ વેન અને કોડડની સાથે ડેટ્રાયટના પૂર્વ મેયર ક્વામે કિલપૈટ્રિકનું નામ પણ સામેલ છે. જેમને 30 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.
ટ્રમ્પે 73 લોકોના ક્ષમાદાન કર્યુ છે અને 70 લોકોની સજા ઘટાડી છે. ટ્રમ્પનો આ નિર્ણય બાઇડેના શપથ સમારોહના થોડા કલાકો પહેલા જ આયો છે. ડિસેમ્બરમાં ક્ષમાયાચના માટે સોંપવામાં આવેલા સેંકડો નામમાંથી તેમના કેટલાક પૂર્વ સહયોગીઓ પણ હતા.
પૂર્વ રાષ્ટ્રીય સલાહકાર માઇકલ ફ્લિન, પૂર્વ સલાહકાર રોજર સ્ટોન અને પૂર્વ કેંપેન મેનેજર પોલ મનકોર્ટને રાષ્ટ્રપતિ ટ્રમ્પે ક્ષમાદાન આપ્યું છે. સ્ટોન અને મેનફોર્ટ બંનેને પૂર્વ વિશેષ વકીલ રોબર્ટ મુલરની તપાસમાં કેસ ચલાવવામાં આવ્યો હતો અને દોષી જાહેર કરાયા હતા.
અમેરિકાના નવા વરાયેલા પ્રમુખ જો બાઇડન આજે અમેરિકાના 46મા પ્રમુખ તરીકે સોગન લેશે. ભારતીય સમય મુજબ રાત્રે સાડા દસ વાગ્યે આ સમારોહ શરૂ થશે. ઉપપ્રમુખ તરીકે ભારતીય મૂળના કમલા હેરિસ શપથ લેશે.
US વાઈસ પ્રેસિડેન્ટ કમલાને 31 વર્ષ મોટા પાવરફુલ પોલીટિશિયન સાથે હતા શારીરિક સંબંધ, કોની ‘રખાત’ તરીકે થતો ઉલ્લેખ ?
રૂપાણીએ જેનું નામ કમલમ કરી નાંખ્યું એ ડ્રેગન ફ્રુટ મૂળ ક્યાંનું છે ? જાણો ખાવાથી શું શું થાય છે ફાયદા ?
બ્રિસ્બેન ટેસ્ટમાં ભારતની જીતના આ હીરોનું કયા મહાન ક્રિકેટરની દિકરી સાથે અફેર હોવાની ચાલી રહી છે ચર્ચા, જાણો વિગત