બ્રિસ્બેન ટેસ્ટમાં ભારતની જીતના આ હીરોનું કયા મહાન ક્રિકેટરની દિકરી સાથે અફેર હોવાની ચાલી રહી છે ચર્ચા, જાણો વિગત
શુભમન ગિલ અને સારાએ એક જ કેપ્શનની સાથે પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી. આ તસવીરોથી વધારે તેના કેપ્શને તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સારા તેંડુલકરે ‘I SPY’ની સાથે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી હતી. અને થોડા સમય બાદ જ શુભમન ગિલે પણ તે જ કેપ્શન અને ઈમોજી સાથે પોતાની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઇપીએલ 2020માં કોલકત્તા અને મુંબઇની મેચને લઇને સારા તેંડુલકરે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં કોલકાતાના ખેલાડી શુભમન ગિલનો એક વીડિયો શેર કર્યો હતો. સારા ઘરે મેચ જોઈ રહી છે, શુભમન ગિલ બાઉન્ડ્રી પર ડાઈવ લગાવીને બોલ રોકાવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સ્ટોરીની સાથે સારાએ દિલવાળા 3 ઈમોજી પણ મૂક્યા હતા. આ વાત ચર્ચાનો વિષય બન્યો હતો. જો કે, બાદમાં સારાએ સોશિયલ મીડિયા પરથી આ સ્ટોરીની ડિલીટ કરી દીધી હતી. પરંતુ ફેન્સની વચ્ચે આ પૉસ્ટ વાયરલ થઇ ગઇ હતી.
ગિલનું ભારતના પૂર્વ ક્રિકેટર અને ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકરની સાથે અફેર હોવાની વાત સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચાઇ રહી છે. અગાઉ આઇપીએલ દરમિયાન પણ અફેરની ચર્ચાએ જોર પકડ્યુ હતું. આઇપીએલમાં પણ સચિનની દીકરી સારા તેંડુલકરએ મેચ જોવાની સાથે સાથે પોતાના અફેરના પણ સંકેત આપ્યા હતા. છેલ્લા કેટલાય સમયથી સારા તેંડુલકર શુભમન ગિલ વચ્ચે અફેર હોવાની ચર્ચા ચાલી હતી, અને સોશ્યલ મીડિયામાં સારાની એક પૉસ્ટે આ વાતને પાક્કી પણ કરી દીધી હતી. જોકે, હજુ સુધી બન્ને વચ્ચેના રિલેશનને લઇને કોઇ ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે આવ્યુ નથી.
ભારત તરફથી મેચમાં ઓપનિંગ બેટ્સમેન ગિલે સર્વાધિક 91 રન બનાવ્યા હતા. તેણે પુજારા સાથે મળી મોટી પાર્ટનરશિપ કરી ભારતની જીતનો પાયો નાંખ્યો હતો. પંત 89 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. પંતને તેના શાનદાર દેખાવ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ચેતેશ્વર પુજારાએ 56 રન બનાવ્યા હતા.
નવી દિલ્હીઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી શ્રેણીની ચોથી અને છેલ્લી ટેસ્ટના અંતિમ દિવસે ભારતે લડાયક બેટિંગ કરીને ટેસ્ટ મેચ જીતી હતી. ભારતે બ્રિસ્બેન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવી 328 રનનો ટાર્ગેટ ચેઝ કરીને ઈતિહાસ રચ્યો હતો. આ સાથે જ ટીમ ઇન્ડિયા શ્રેણી 2-1થી પોતાના નામે કરી હતી. આ પહેલા 2018-19માં ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં જ 2-1થી હાર આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -