નવી દિલ્લી:  અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડૉનલ્ડ ટ્રંપ મોદીનીતિની પ્રશંશા કરી છે. ડૉનલ્ડ ટ્રંપે કહ્યું કે જો તે રાષ્ટ્રપતિ બનશે તો મોદી જે રીતે કામ કરી રહ્યા છે તે કામ હું અમેરિકામાં કરીશ. ડોનલ્ડ ટ્રંપ સાથે એમ પણ કહ્યું કે નૌકરશાહીમાં જે બદલાવ મોદી ભારતમાં લાવી રહ્યા છે તે બદલાવ અમેરિકમાં લાવવાની જરૂર છે..અને ડૉનલ્ડ ટ્રંપ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને એક મહાન નેતા ગણાવ્યા. ટ્રંપે કહ્યું કે- જો અમારી સરકાર બનશે તો અમારી દોસ્તી વધુ સારી બનશે. એટલું જ નહીં અમે બેસ્ટ ફેંન્ડ બની જશું. ટ્રેંપે કહ્યું કે તેઓ મોદી જોડે કામ કરવા માટે ઉત્સાહિત છે અને ચૂંટણીમાં જીત મેળવીને જો રાષ્ટ્રપતિ બનશે તો વ્હાઇટસમાં ભારતને એક સારો મિત્ર મળશે.


રિપબ્લિકન પાર્ટીના ઉમ્મેદવાર ડોનાલ્ડ ટ્રંપે ભારતીય અમેરિકનનો રિઝવવા માટે કશ્મીરમાં આતંકવાદથી પીડિત પંડિતો માટે ન્યૂજર્સીમાં આયોજિત ચૈરીટી સમારોહમાં ભાગ લીધો. રિપબ્લિકન હિંદૂ કોલિએશને આ સમારોહનું આયોજન કર્યુ હતું. આ એક ઐતિહાસિક ઘટના છે. અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચુંટણીના ઈતિહાસમાં કોઈ ઉમેદવારે કોઈ હિન્દુ સમારોહમાં ભાગ લીધો હોય તેવું અગાઉ કયારેય બન્યું નથી.