US Presidential Election 2024: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?

US Presidential Election 2024: આ વખતે મુકાબલો ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે છે

gujarati.abplive.com Last Updated: 05 Nov 2024 10:37 AM
US Presidential Election 2024 Live: 'અમેરિકાની મહિલાઓ કમલા હેરિસને મત આપીને ટ્રમ્પને જવાબ આપશે'

અમેરિકાની તમામ મહિલાઓ ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસને મત આપશે. મિનેસોટાના ગવર્નર ટિમ વાલ્ઝે આ દાવો કર્યો છે. કમલા હેરિસે મિનેસોટાના ગવર્નર ટિમ વાલ્ઝને ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેમણે ડેટ્રોઇટમાં એક રેલી દરમિયાન કહ્યું કે અમેરિકાની દરેક ઉંમરની અને દરેક પાર્ટીની મહિલાઓ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો સંદેશ આપશે.

US Presidential Election 2024 Live: ભારતના આ ગામમાં કમલા હેરિસની જીત માટે શા માટે કરવામાં આવી પૂજા?

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ ભારતીય મૂળની છે. તેમની માતા 19 વર્ષની ઉંમરમાં અમેરિકા ગઈ હતી. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ભારતના તમિલનાડુના એક ગામમાં કમલા હેરિસની જીત માટે પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. કમલા હેરિસના દાદા પીવી ગોપાલનનો જન્મ લગભગ એક સદી પહેલા તમિલનાડુના થુલાસેન્દ્રાપુરમમાં થયો હતો.

US Presidential Election 2024 Live: ટ્રમ્પે પ્રચારની છેલ્લી રેલીમાં કમલા હેરિસ પર સાધ્યું નિશાન

યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચારની છેલ્લી રેલી પિટ્સબર્ગ, પેન્સિલવેનિયામાં યોજી હતી. આ રેલીમાં તેમણે હોલિવૂડ સ્ટાર્સ પાસે પોતાનો પ્રચાર કરાવવા મામલે કમલા હેરિસ પર નિશાન સાધ્યું અને કહ્યું કે અમને આવા સ્ટાર્સની જરૂર નથી, કારણ કે અમારી પાસે એક નીતિ છે.

US Presidential Election 2024 Live: ભારતીય મૂળના હિંદુ ઉદ્યોગપતિએ કહ્યું, 'કમલા હેરિસ ફક્ત નામના જ હિન્દુ છે'

ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યૂમાં ભારતીય મૂળના હિંદુ ઉદ્યોગપતિ શલભ કુમારે કહ્યું કે કમલા હેરિસ નામના જ હિંદુ છે. તેમના કાર્યો ભારત વિરોધી છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે જો ટ્રમ્પ ચૂંટણી જીતે છે તો તે ભારત માટે સારું રહેશે. તેમણે કહ્યું કે ટ્રમ્પના આવ્યા બાદ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો પર દબાણ રહેશે. તેનાથી કેનેડાના ભારત સાથેના સંબંધો સુધરી શકે છે.

US Presidential Election 2024 Live: સાત સ્વિંગ સ્ટેટ્સમાં કોણ આગળ અને કોણ પાછળ છે

2024ની યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં 7 રાજ્યોને સ્વિંગ સ્ટેટ તરીકે જોવામાં આવી રહ્યા છે. આ સ્વિંગ રાજ્યો એરિઝોના, જ્યોર્જિયા, મિશિગન, નેવાડા, નોર્થ કેરોલિના, પેન્સિલવેનિયા અને વિસ્કોન્સિન છે. YouGov દ્વારા 31 ઑક્ટોબર સુધી કરવામાં આવેલા સર્વે અનુસાર, રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસ વિસ્કોન્સિનમાં 4 ટકા, પેન્સિલવેનિયામાં 3 ટકા, મિશિગનમાં 3 ટકા અને નેવાડામાં 1 ટકાના માર્જિનથી આગળ છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કેરોલિનામાં 1 ટકા અને જ્યોર્જિયામાં 1 ટકાથી આગળ છે. ટ્રમ્પ અને હેરિસ બંને એરિઝોના રાજ્યમાં સમાન મત મળી શકે છે.

US Presidential Election 2024 Live: યુએસ ચૂંટણીઓ વિશે મોટી બાબતો

અમેરિકાના 19 કરોડ મતદારો નવા રાષ્ટ્રપતિની પસંદગી કરશે. રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસને જીતવા માટે 538 ઈલેક્ટોરલ વોટમાંથી 270 વોટ મેળવવા પડશે. આ 7 સ્વિંગ સ્ટેટ્સના પરિણામો નક્કી કરશે કે અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ કોણ હશે. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 7.5 કરોડથી વધુ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. કમલા હેરિસ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી લડનાર પ્રથમ મહિલા છે. ડોનાલ્ડ ટ્રમ્પ સતત ત્રીજી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહ્યા છે.

US Presidential Election 2024 Live: ચૂંટણીના ખતરા પર રાખી રહ્યા છે નજરઃ એફબીઆઇ

એફબીઆઈના ક્રિમિનલ ડિવિઝનના ડેપ્યુટી આસિસ્ટન્ટ ડિરેક્ટર જેમ્સ બાર્નકલે જણાવ્યું હતું કે એજન્સી ચૂંટણી સપ્તાહ દરમિયાન તેના રાષ્ટ્રીય મુખ્યાલયમાંથી "રાષ્ટ્રીય ચૂંટણી કમાન્ડ પોસ્ટ"નું સંચાલન કરી રહી છે. તેમાં 80 કર્મચારીઓ 24 કલાક તૈનાત રહેશે. આ તમામ ચૂંટણી કાર્યકરોને ધમકીઓ, સાયબર હુમલા અને ચૂંટણી દરમિયાન હિંસા જેવી ગુનાહિત ધમકીઓ પર નજર રાખશે.

સર્વેમાં કમલા હેરિસ આગળ

અમેરિકામાં મતદાન અગાઉ સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે 30 ઓક્ટોબરથી લઇને એક નવેમ્બર સુધી કરવામાં આવ્યો હતો. જેમાં દાવો કરાયો હતો કે કમલા હેરિસ 49 ટકા-48 ટકા આગળ છે. જો કે, સર્વેમાં દાવો કરાયો હતો કે તમામ નોંધાયેલા મતદારોમાંથી 16 ટકા અને સંભવિત મતદારોના 10 ટકા હજુ પણ તેમના વિચારો બદલી શકે છે.

સ્વિંગ રાજ્યમાં કમલા હેરિસ આગળ

તાજેતરના ચૂંટણી સર્વેમાં સાત સ્વિંગ રાજ્યમાં ડેમોક્રેટ કમલા હેરિસ એક ટકા મતો સાથે રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પથી આગળ નીકળી ગયા છે.  હેરિસને 49 ટકા તો ટ્રમ્પને 48 ટકા મત મળી શકે છે. અમેરિકાના સ્વિંગ રાજ્યોમાં એરિઝોના, જૉર્જિયા, મિશિગન, નેવાદા, નોર્થ કેરોલિના, પેન્સિલવેનિયા અને વિસ્કોન્સિન છે.

જાણો તમામ સર્વેમાં શું કહેવામાં આવી રહ્યું છે

પીબીએસ ન્યૂઝ/એનપીઆર/મેરિસ્ટ સર્વે: પોલમાં દાવો કરવામાં આવ્યો છે કે હેરિસ ચાર ટકાથી ટ્રમ્પથી આગળ છે. હેરિસને 51 ટકા મત મળી શકે છે જ્યારે ટ્રમ્પને 47 ટકા મત મળી શકે છે.


મોર્નિંગ કન્સલ્ટ સર્વે: આ સર્વેમાં પણ હેરિસને બે ટકાથી આગળ બતાવવામાં આવી રહ્યા છે. ટ્રમ્પને 47 ટકા જ્યારે હેરિસને 49 ટકા મત મળી શકે છે.


ABC/Ipsos પોલ: ચોથા મતદાનમાં પણ ટ્રમ્પ હેરિસથી ત્રણ ટકાથી પાછળ હોવાનું દર્શાવે છે. હેરિસ 49 ટકા જ્યારે ટ્રમ્પ 46 ટકા પર છે.


એનબીસી ન્યૂઝ અને ઇમર્સન કૉલેજ: આ બે મતદાન દર્શાવે છે કે ચૂંટણીમાં જોરદાર ટક્કર જોવા મળશે. બંને ઉમેદવારોએ 49 ટકા પોઈન્ટ મેળવ્યા છે.


Yahoo News/YouGov: NBC ન્યૂઝ અને ઇમર્સન કૉલેજની જેમ આ સર્વેમા પણ ચૂંટણીમાં જોરદાર ટક્કર થશે તેવું કહેવામાં આવ્યું છે. બંને નેતાઓ 47 ટકા માર્ક પર છે.

બ્રેકગ્રાઉન્ડ

US Presidential Election 2024 :  અમેરિકામાં આજે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. આ વખતે મુકાબલો ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ તેમના સમર્થકોને મતદાન મથકો પર લાવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. 5 નવેમ્બરના રોજ મતદાન થશે પરંતુ પરિણામ જાહેર થવામાં ઘણા દિવસો લાગી શકે છે. નવા રાષ્ટ્રપતિ જાન્યુઆરી 2025માં શપથ લેશે. બંને સ્વિંગ સ્ટેટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. પોપ સ્ટાર્સથી લઈને ઘણા હાઈપ્રોફાઈલ નેતાઓ કમલા હેરિસના સમર્થનમાં છે, જ્યારે એલન મસ્ક અને મેલ ગિબ્સન જેવી પ્રખ્યાત હસ્તીઓ ટ્રમ્પના સમર્થનમાં છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.