ન્યૂયોર્કઃ અમેરિકાની ચૂંટણીના પરિણામો પર આખી દુનિયાની નજરર છે, પરતુ એ પણ સંભવ છે કે અમે કદાચ ત્રણ નવેમ્બરે વૉટિંગના બાદ ચૂંટણીનુ પરિણામ ના જાણી શકીએ. ઉત્તરીય કેરોલિનાના ચૂંટણી પરિણામો ઓછામાં ઓછા 45 મિનીટ મોડા આવી શકે છે. અહીં રાજ્યના ઇલેક્શન બોર્ડે ટેકનિકલી સમસ્યાઓના કારણે ચાર મતદાન કેન્દ્રોને વધુ સમય સુધી ખુલ્લા રાખવાની વાત કહી છે. નિયમો અનુસાર, તમામ મતદાન કેન્દ્રો પર મતદાન પુરુ થયા બાદ જ મતોની ગણતરી શરૂ થશે.


અમેરિકન ચૂંટણીમાં પરિમામોમાં મોડુ થવુ કોઇ મોટી વાત નથી. વર્ષ 2000 અને આ પહેલા પણ અમેરિકન ચૂંટણીમાં મોડુ થઇ ચૂક્યુ છે. જો 2000ની વાત કરીએ તો ચૂંટણીના એક મહિના બાદ 12 ડિસેમ્બરે અમેરિકા અને દુનિયાના લોકોને ચૂંટણી પરિણામોની જાણકારી મળી શકી હતી. ત્યારે અમેરિકન સુપ્રીમ કોર્ટે ફેંસલો સંભળાવ્યો કે ફ્લૉરિડાના મતોની ગણતરી બંધ કરવી જોઇએ, અને જોર્જ ડબલ્યૂ બુશ સામે અલ ગોર માટે ચૂંટણી કરાવવામાં આવે.

આ પહેલા વર્ષ 1937 સુધી, અમેરિકન રાષ્ટ્રપતિ જાન્યુઆરી સિવાય માર્ચ મહિનામાં સત્તાની ગાદી સંભળતા હતા, કેમકે મુખ્ય રીતે મતગણતરીમાં જ લાંબો સમય વીતી ગયો હતો. વર્ષ 1918માં સ્પેનિશ ફ્લૂ દરમિયાન ચૂંટણી આયોજિત કરવામાં આવી હતી, પરંતુ તે રાષ્ટ્રપતિ ચૂંટણી નહીં પરંતુ મધ્યાવધી ચૂંટણી હતી.