અમેરિકન રેપર કોડક બ્લકે મોટી સંખ્યામાં ડોલર ડમ્પ કરીને ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. કોડક બ્લેક નામના રેપરે 100 ડોલરની નોટો સમુદ્ર અને ટોઈલેટમાં ફ્લશ કરતાં સોશિયલ મીડિયા પર તેના અનેક મિક્સ ફરતા થયા છે.

આ બધું કોડક દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ ખાતાના માધ્યમથી એક વીડિયો પોસ્ટ કરતાં શરૂ થયું છે. તેમા રેપરે એક હોડીમાંથી 100 ડોલરની નોટો સમુદ્રમાં ફેંકતા જોવા મળી રહ્યો છે. તેની સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું ચે કે, “મેં તને ત્યારે તોડી દીધા જ્યારે ડિમ એફ ** કેની ** એસ તમને એક રૂપિયો પણ નહીં આપે!!! હું તમારા પર કોઈ ઉપકાર નથી કરતો ** ** હું તમને માત્ર ચકમતો જોવા માગુ છું!! યેને મને પણ ક્યારેય ન આપ્યું  ** **એ મને ખુદને પીસી લીધો!!!

જોકે તેના દ્વારા ફેંકવામાં આવેલ કુલ રકમનો ખુલાસો નથી થયો. જો કે નેટિઝન્સ ચર્ચા કરી ર્હયા છે કે આ રકમ અંદાજે 1 લાખ ડોલર આસપાસ અથવા તેનાથી વધારે હતી.

એટલું જ નહીં બીજા એક વીડિયો પણ કોડકે શેર કર્યો હતો જેમાં તેણે કેટલા ડોલર ટોયલેટમાં ફ્લશ કરતો જોવા મળી રહ્યો છે.

તેણે પોતાની વેબસાઈટ પર એક નાની ક્લિપ પોસ્ટ કરી જેમાં કોડક એક શૌચાલયમાં 1000 ડોલર ફ્લશ કરતો જોવા મળે છે. જોકે મજાન વાત એ છે કે પહેલા તો ડોલરની નોટ યોગ્ય રીતે ફ્લશ ન થતા રેપર ખુદ તેને હાથથી ફ્લશ કરવાનો પ્રયત્ન કરે છે.

જોકે રેપરની આ હરક જોઈને તેના ફેન્સ ખુદને મિમ્સ બનાવવાથી રોકી ન શક્યા અને સોશિયલ મીડિયા પર મિમ્સનો વરસાદ થવા લાગ્યો.