વોશિંગ્ટનઃ  અમેરિકાને નવા રાષ્ટ્રપતિ મળી ગયા છે. ડેમોક્રેટિક પાર્ટી ઉમેદવાર જો બાઈડેને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બાજી મારી લીધી છે. પીએમ મોદીએ પણ પોતાના ટ્વીટર હેન્ડલથી નવા રાષ્ટ્રપતિ જો બાઈડેનને જીતની શુભેચ્છા પાઠવ્યા છે અને ભારત- અમેરિકાના સંબંધોને નવી મજબૂતી આપવાની વાત કરી છે.


હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રક્રિયામાં મોટા પાયે છેતરપિંડીનો આરોપ લગાવતા પોતાની જીતનો દાવો કર્યો છે. ટ્રમ્પે ટ્વીટ કર્યુ કે નિરિક્ષકોને કાઉન્ટિંગ રુમમાં ઘૂસવાની પરવાનગી નથી આપવામાં આવી. મને 7 કરોડ 10 લાખ કાયદેસરના વોટ મળ્યા છે. આ ચૂંટણી મે જીતી છે સૌથી ખરાબ વાત એ થઈ કે નિરિક્ષકોને કાઉન્ટિંગ રુમમાં પરવાનગી નહોંતી આપવામાં આવી. આવું પહેલા ક્યારેય નથી થયું. મોટી સંખ્યામાં મેલ ઈન બેલેટ્સને લોકો સુધી પહોંચાડમાં આવ્યું જ્યારે તેમણે એ નહોંતું માંગ્યું.

જોકે ટ્રંપની દીકરી ઇવાંકા અને જમાઈ ટ્રમ્પને મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાર સ્વીકારી લેવી જોઈએ. જોકે આ પહેલા ટ્રમ્પ અને બાઇડનની ડિડેટ દરમિયાન ઇવાંકા પર અનેક આરોપો લાગ્યા હતા જેમાં સૌથી મોટો આરોપ હતો કે તે લેસ્બિયન છે.



22 ઓક્ટોબરે ટ્રમ્પ અને બાઇડન વચ્ચે ડિબેટ પહેલા ગાયક Aubrey O'Dayએ મોટો ધડાકો કર્યો હતો. Aubrey O'Dayએ ટ્રંપ પરિવાર વિશે અનેક ખુલાસા કર્યા હતા જેમાં ટ્રંપના દીકરા જુનિયર ટ્રંપ વિશે પણ ખુલાસો કર્યો હતો. નોંધનીય છે કે, જુનિયર ટ્રંપ અને Aubrey O'Day વચ્ચે અફેર હોવાની આ પહેલા વાત સામે આવી હતી.

Aubrey O'Dayએ કહ્યું કે, જુનિયર ટ્રંપ તેના પિતાને નફરત કરે છે. તેણે આરોપ લગાવ્યો કે ટ્રંપના દીકરા એરીક ટ્રંપના મિસ યૂનિવર્સ વિજેતા સાથે શારીરિક સંબંધ હતા.



તેણે ટ્રંપની દીકરી ઇવાંકાને લઈને પણ મોટો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, ટ્રંપની દીકરી ઇવાંકા લેસ્બિયન છે. નોંધનીય છે કે, ઇવાંકાના લગ્ન Jared Kushner સાથે થયા છે. તેણે કહ્યું કે, ઇવાંકા લેસ્બિયન હોવા છતાં મહિલાઓના અધિકાર માટે નથી લડતી. તેણે આરોપ લગાવ્યો હતો કે ઇવાંકા પડદા પાછળ રહીને ટ્રંપ પ્રશાસન ચલાવે છે.