અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર વિનાશક હુમલો કરવાની ધમકી આપી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે બુધવારે રાત્રે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી વિનાશક હુમલો થઈ શકે છે. હવે, અમેરિકી સૈન્યએ ઈરાન પર હુમલો શરૂ કર્યો છે. ઈરાનના બંદર અબ્બાસ અને સિરિક વિસ્તારો પર અમેરિકાએ હુમલાઓ કર્યા છે
બંને વિસ્તારોમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. ઈરાની સમાચાર એજન્સી મિઝાન અનુસાર, બંદર અબ્બાસ અને સિરિક બંનેમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. ઈરાની સમાચાર એજન્સી મેહરે પણ બંદર અબ્બાસમાં વિસ્ફોટોની પુષ્ટી કરી હતી. મેહરના અહેવાલ મુજબ, બુધવારે ઈરાન પર અમેરિકાના હુમલામાં બે માછીમારોના મોત થયા હતા.
ઈરાની સમાચાર એજન્સી મેહર અનુસાર, ચાબહાર અને કોનારક નજીક પણ જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ પણ એક્ટિવ થઈ છે ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNA અનુસાર, તાજેતરના હુમલાઓ બાદ ચાબહારના કેટલાક ભાગોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.
ઈરાન પર અમેરિકાના 80 હુમલાઓ, ટ્રમ્પે કહ્યું - હવે કોઈ ડીલ નહીં!
ઈરાનના સરકારી પ્રેસ ટીવી અનુસાર, અબુ મુસા ટાપુ પર કુલ 10 વિસ્ફોટ થયા. ચાબહાર અને કોનારકમાં પણ દસ વિસ્ફોટ સાંભળવામાં આવ્યા. ચાબહારમાં એક હોસ્પિટલ પર થયેલા હુમલામાં ઉપયોગવામાં લેવાયેલા હથિયારનો કાટમાળ પડ્યો અને અમેરિકાના હુમલાથી શહીદ બેહેશ્તી પોર્ટ, કલંતરી પોર્ટ અને દરિયાઈ ટ્રાફિક નિયંત્રણ ટાવરને પણ નુકસાન થયું. બંદર અબ્બાસમાં આઠ વિસ્ફોટ થયા અને સિરિકમાં ત્રણ થયા હતા.
પ્રેસ ટીવી અનુસાર, બુશેહરમાં બે પ્રોજેક્ટાઇલ પણ પડી ગયા હતા અને જાસ્કમાં અનેક વિસ્ફોટ થયા. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચાબહાર હુમલામાંથી નીકળતી જ્વાળાઓનો ફોટો ટ્રુથ સોશિયલ પર શેર કર્યો. તેમણે લખ્યું કે આ ગઈકાલે જહાજો પર ઈરાનના હુમલાનો જવાબ હતો. તેમણે વધુમાં ધમકી આપી હતી કે જો આવી કાર્યવાહી ફરીથી થશે તો પ્રતિક્રિયા વધુ ગંભીર હશે.
યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ હુમલાઓની પુષ્ટી કરી. સેન્ટકોમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિના નિર્દેશ પર યુએસ દળોએ ઈરાન સામે ફરીથી લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. યુએસ સૈન્યએ જણાવ્યું હતું કે આ હુમલાઓ હોર્મુઝ સ્ટ્રેટમાં નેવિગેશનની સ્વતંત્રતાને ધમકી આપવાની ઈરાનની ક્ષમતાને વધુ નબળી પાડવા માટે કરવામાં આવી રહ્યા છે.
ટ્રમ્પે વિનાશક હુમલાની ચેતવણી આપી હતી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર વિનાશક હુમલાની ચેતવણી આપી હતી, અને કહ્યું હતું કે તેઓ જોરદાર જવાબ આપશે. તુર્કીમાં નાટો સમિટ દરમિયાન યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે મુલાકાત પહેલાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે યુએસ ઈરાન સામે લશ્કરી કાર્યવાહી ચાલુ રાખશે. નાટોએ પણ યુએસ લશ્કરી કાર્યવાહીને ટેકો વ્યક્ત કર્યો છે.
