અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ અટકી રહી નથી. અહીં વિસ્કોન્સિનના મેડિસનમાં એક ક્રિશ્ચિયન સ્કૂલમાં ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં 3 લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં ફાયરિંગ કરનાર શૂટરને પણ ઠાર મરાયો હતો. ફાયરિંગની આ ઘટનામાં છ લોકો ઘાયલ પણ થયા છે. પોલીસ હજુ સુધી ફાયરિંગ કરનારી ઓળખ કરી શકી નથી. હુમલાખોરે આ ફાયરિંગ શા માટે કર્યું તે પણ જાણી શકાયું નથી.
મેડિસન પોલીસના જણાવ્યા અનુસાર, ફાયરિંગ એબન્ડન્ટ લાઇફ ક્રિશ્ચિયન સ્કૂલમાં સવારે 10:57 વાગ્યે (સ્થાનિક સમય) થયું હતું. ફાયરિંગની ઘટના બાદ જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાં ઘણા લોકો ઘાયલ જોવા મળ્યા હતા. નોંધનીય છે કે મેડિસનની ખાનગી શાળામાં જ્યાં ફાયરિંગની ઘટના બની હતી ત્યાં કિન્ડરગાર્ટનથી લઈને 12મા ધોરણ સુધીના 400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.નોંધનીય છે કે અમેરિકામાં દરરોજ ફાયરિંગની ઘટનાઓ સામે આવતી રહે છે.
- 18 જૂલાઈ 2022 ના રોજ યુએસએના ઇન્ડિયાનામાં ગ્રીનવુડ પાર્ક મોલમાં ફાયરિંગની ઘટના બની હતી. ગોળીબાર દરમિયાન 10 લોકો ગોળીબારનો ભોગ બન્યા હતા. જેમાંથી 3ના મોત થયા હતા.
- 11 જૂલાઈ, 2022ના રોજ કેલિફોર્નિયાના દક્ષિણ ભાગમાં એક હાઉસ પાર્ટી દરમિયાન હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક મહિલા સહિત 5 લોકોને ગોળી વાગી હતી, જેમાંથી 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
- 4 જૂલાઈ 2022 ના રોજ અમેરિકામાં 246મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવી રહ્યો હતો. આ સમય દરમિયાન શિકાગોના ઇલિનોઇસમાં હાઇલેન્ડ પાર્કમાં એક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં અચાનક ફાયરિંગ શરૂ થઈ ગયું, જેમાં 6 લોકોના મોત થયા. બીજા જ દિવસે, 5 જુલાઈએ, ઇન્ડિયાનાના બ્રેનર્ડિઆનાના ગેરી વિસ્તારમાં ફાયરિંગને કારણે 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
- ઓકલાહોમાના ટૂલસામાં એક જૂન 2022ના રોજ એક વ્યક્તિએ હોસ્પિટલની બિલ્ડિંગમાં પ્રવેશ કર્યો અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું હતું. આ ઘટનામાં 4 લોકોના મોત થયા હતા. ગુનો કર્યા બાદ હુમલાખોરે આત્મહત્યા પણ કરી લીધી હતી.
- સૌથી ખતરનાક ઘટના 15 મે, 2022 ના રોજ યુએસએના ટેક્સાસમાં બની હતી. જ્યારે 18 વર્ષના છોકરાએ ઉવાલ્ડે શહેરમાં શાળામાં ઘૂસીને ગોળીબાર કર્યો હતો, જેમાં 19 વિદ્યાર્થીઓ સહિત 23 લોકોના મોત થયા હતા. આ હુમલામાં ત્રણ શિક્ષકોએ પણ જીવ ગુમાવ્યો હતો.
અમેરિકાના આકાશમાં એકાએક રહસ્યમયી ડ્રૉનનો કાફલો દેખાતા અફડાતફડી, કેટલાક શહેરોમાંથી તસવીરો આવી સામે...