વૉશિંગટનઃ દેશમાં કોરોના મહામારી (Coronavirus Pandemic) વિકરાળ રૂપ લઇ ચૂકી છે. કોરોનાની (Covid-19) બીજી લહેર એટલી ઘાતક અને ભયાવહ છે કે દરરોજ કોરોના વાયરસ એક નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. કાલે દેશમાં કોરોનાના (India Corona Cases) 2,73,810 નવા કેસો સામે આવ્યા છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આની સાથે જ દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ કેસોની સંખ્યા 1.5 કરોડને પાર પહોંચી ચૂકી છે. આ કોરોનાથી 1,619 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના પ્રકોપ બાદ હવે અમેરિકા-બ્રિટેન (America-Britain) સહિતના મોટા દેશોએ ભારતને લઇને મોટુ પગલુ ભર્યુ છે. 


પરિસ્થિતિ ખતરનાક, ભારતની યાત્રા ના કરો- અમેરિકા
બ્રિટને (Britain) ભારતને રેડ લિસ્ટમાં (Red List) નાંખી દીધુ છે, હવે અમેરિકાએ (America) પણ પોતાના નાગરિકોને (American Citizens) ભારતની  યાત્રા ના કરવાનુ કહી દીધુ છે. અમેરિકાએ સ્પષ્ટ રીતે કહ્યું કે ભારતમાં જીવલેણ કોરોના વાયરસ દિવસે દિવેસ ઝડપથી ફેલાઇ રહ્યો છે, આવામાં તે પોતાના નાગરિકોની ચિંતા કરે છે, અને તેમને અપીલ પણ કરે છે કે આ ખતરનાક પરિસ્થિતિમાં તે ભારતની યાત્રા ના કરો. 


બ્રિટને ભારતને 'રેડ લિસ્ટ'માં નાંખ્યુ.... 
આ પહેલા બ્રિટને ભારતને તે દેશોના 'રેડ લિસ્ટ'માં નાંખી દીધુ છે, આના અંતર્ગત બિનબ્રિટન અને આઇરિશ નાગરિકોને ભારતમાંથી બ્રિટન જવા પર પાબંદી રહેશે. સાથે જ વિદેશમાંથી પરત ફરેલા બ્રિટનના લોકો માટે હૉટલમાં 10 દિવસ સુધી ક્વૉરન્ટાઇન રહેવુ ફરજિયાત કરી દીધુ છે. 


ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના કુલ કેસો 1 કરોડ 50 લાખ 61 હજાર 919 થઇ ગયા છે. દેશમાં અત્યાર સુધી 1 લાખ 78 હજાર 769 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. વળી એક્ટિવ કેસોની સંખ્યા વધીને અત્યારે 19 લાખ 29 હજાર 329 થઇ ગઇ છે. બ્રિટને (Britain) ભારતને રેડ લિસ્ટમાં (Red List) નાંખી દીધુ છે, હવે અમેરિકાએ (America) પણ પોતાના નાગરિકોને (American Citizens) ભારતની  યાત્રા ના કરવાનુ કહી દીધુ છે.