વોશિંગટન: ચીનને વધુ એક ઝટકો લાગ્યો છે, ભારત બાદ હવે અમેરિકા TikTok, WeChat એપના સંચાલનન પર પ્રતિબંધ લગાવવા જઈ રહ્યું છે. અમેરિકા આ રવિવારથી આ બન્ને એપ્સ પર પ્રતિબંધ લગાવશે. આ જાણકારી ન્યૂઝ એજન્સી એએફપી દ્વારા આપવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર, TikTok સિવાય WeChat પણ રવિવારથી અમેરિકામાં ડાઉનલોડ કરી શકાશે નહીં. અમેરિકામાં ટિકટોકના આશરે 100 મિલિયન એટલે કે 10 કરોડ યૂઝર્સ છે. ઉલ્લેખનીય છે થોડા સમય પહેલા ભારતે પણ ટિકટોક પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
અમેરિકી વાણિજ્ય વિભાગે આજે એક આદેશ જાહેર કરવાની યોજના બનાવી રહ્યું છે, જેના બાદ સંયુક્ત રાજ્ય અમેરિકામાં લોકો 20 સપ્ટેમ્બરથી ચીની સ્વામિત્વવાળી વીડિયો -શેરિંગ એપ TikTok અને WeChat ડોઉનલોડ નહીં કરી શકે.
ઉલ્લેખનીય છે કે, ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારતે મોટો નિર્ણય લીધો હતો અને 59 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેના બાદ ફરી 118 એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જેમાં મોટા ભાગની એપ્સ ચીનની હતી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
ભારત બાદ હવે આ દેશમાં TikTok અને WeChat પર લાગશે પ્રતિબંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Sep 2020 06:36 PM (IST)
રિપોર્ટ અનુસાર, TikTok સિવાય WeChat પણ રવિવારથી અમેરિકામાં ડાઉનલોડ કરી શકાશે નહીં. અમેરિકામાં ટિકટોકના આશરે 100 મિલિયન એટલે કે 10 કરોડ યૂઝર્સ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -