અમેરિકામાં રહેતા ભારતીયો માટે ઝાટકો લાગ્યો છે. અમેરિકામાં H-1B વીઝા અને ગ્રીન કાર્ડની અરજીમાં સહી ખોટી હશે તો ફોર્મ સીધું રદ કરી દેવાશે. અમેરિકાએ પહેલાંથી જ H-1B વીઝા અંગેના નિયમો કડક બનાવ્યા છે, જેને ભારતીયોનો ધસારો રોકવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. આ દરમિયાન હવે વધુ એક આકરો નિયમ જાહેર કરાયો છે. 

Continues below advertisement

અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ અનુસાર,  જે લોકો H-1B વીઝા અને ગ્રીન કાર્ડ મેળવવા માટે અરજી કરી રહ્યા છે, તેમણે સહી કરવામાં વિશેષ કાળજી રાખવી પડશે. દસ્તાવેજોની ચકાસણી દરમિયાન જો અધિકારીને અરજદારની સહી અયોગ્ય, ખોટી કે અધૂરી લાગશે, તો અરજી તાત્કાલિક રદ કરી દેવામાં આવશે. એટલું જ નહીં, આવા અરજદારો તાત્કાલિક ફરીથી અરજી પણ કરી શકશે નહીં. દર વર્ષે હજારો ભારતીયો H-1B વીઝા મેળવીને અમેરિકા જાય છે અથવા ત્યાં પોતાના વીઝા રીન્યૂ કરાવે છે. આ ઉપરાંત હજારો ભારતીય પ્રોફેશનલ્સ ગ્રીન કાર્ડની પ્રતીક્ષામાં છે. આ સંજોગોમાં સહી કરવામાં થયેલી એક નાનકડી ભૂલ પણ આખી અરજી ફગાવી દેવા માટે પૂરતી ગણાશે. 

Continues below advertisement

આ પણ વાંચોઃ અમેરિકાના ન્યાય વિભાગે ગૌતમ અદાણી વિરુદ્ધના તમામ આરોપ હટાવ્યા, ન્યૂયોર્કમાં ચાલી રહેલો કેસ કાયમ માટે બંધ

અમેરિકન ઈમિગ્રેશન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે અરજી દરમિયાન માત્ર ચોક્કસ પદ્ધતિથી કરેલી સહી જ સ્વીકારવામાં આવશે. અરજદારે પોતાના હાથેથી કરેલી સહી જ સર્વોપરી અને યોગ્ય માનવામાં આવશે. પેન દ્વારા કાગળ ઉપર કરેલી ઓરિજિનલ સહીની સ્કેન કોપી અરજી દરમિયાન સ્વીકાર્ય રહેશે. ઓરિજિનલ સહી કરેલા દસ્તાવેજોની ફેક્સ કોપી અથવા ફોટોકોપી પણ માન્ય રાખવામાં આવશે. કોઈપણ દસ્તાવેજમાંથી સહી કોપી કરીને બીજા ફોર્મમાં પેસ્ટ કરેલી હશે તો તે અમાન્ય ગણાશે. સહી તરીકે ઉપયોગમાં લેવાતા ડિજિટલ સ્ટેમ્પ કે ગ્રાફિકલ ઈમેજનો સ્વીકાર નહીં થાય. અરજદારના વકીલને પણ તેના વતી સહી કરવાની સત્તા નથી.

ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત આ નિયમ યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) ના અધિકારમાં વધારો કરે છે. આ નિયમ હેઠળ જો વીઝા અરજી પ્રક્રિયા માટે સ્વીકારવામાં આવે છે પરંતુ સહીમાં વિસંગતતા જોવા મળે છે, તો USCIS અધિકારીઓ પછીથી તેને નકારી શકે છે અથવા નકારી શકે છે. હાલમાં આ નિયમ પર જાહેર ટિપ્પણીઓ માંગવામાં આવી રહી છે. ત્યારબાદ આ નિયમો 10 જુલાઈ, 2026 થી સંપૂર્ણ રીતે અમલમાં આવશે.