London Church Lockdown Adult Party: કોરોના રોગચાળા દરમિયાન લોકડાઉન દરમિયાન લંડનના સેન્ટ મેરી ન્યૂકેસલ કેથેડ્રલ ચર્ચમાં એડલ્ટ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાનો ખુલસો થતા દુનિયાભરમાં સનસનાટી મચી જવા પામી છે. ચર્ચમાં આ પાર્ટીનું આયોજન તત્કાલીન ડીન ફાધર માઈકલ મેકકોય દ્વારા કરવામાં આવ્યું હતું. એક અહેવાલ મુજબ, પાદરીએ 2020માં જ્યારે ચર્ચ ખાલી હતું ત્યારે લોકોને અહીં બોલાવ્યા હતા. વર્ષ 2021માં પાદરી માઇકલે આત્મહત્યા કરી લીધી હતી. વેટિકન આ પાદરી વિરુદ્ધ જ તપાસ કરી રહ્યું છે.


કેવી રીતે થયો પાર્ટીને લઈ ખુલાસો? 


વેટિકને ચર્ચમાં લોકડાઉન 'એડલ્ટ પાર્ટી'ની તપાસની કમાન લિવરપૂલના આર્કબિશપને સોંપવામાં આવી છે. આ પાર્ટી રોમન કેથોલિક ચર્ચના હેક્સહામના બિશપ રોબર્ટ બ્યુર્નના રાજીનામાની તપાસ દરમિયાન બહાર આવી હતી. બિશપ રોબર્ટ બાયર્ને ડિસેમ્બર 2022માં તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. સેન્ટ મેરી ન્યૂકેસલ કેથેડ્રલના ડીન ફાધર માઈકલ મેકકોય, બિશપ રોબર્ટને ડીન તરીકે બદલવાના હતા.


વેટિકન વતી આ મામલાની તપાસ કરી રહેલા આર્કબિશપને બિશપ બાયર્નના રાજીનામા સુધીની ઘટનાઓનો 'સંપૂર્ણ અહેવાલ' આપવા માટે કહેવામાં આવ્યું છે. એક જાણીતા અંગ્રેજી સમાચારમત્રએ ન્યૂકેસલ કેથેડ્રલમાં આયોજિત પાર્ટી વિશે માહિતી આપી હતી. પરંતુ તેમાં એવી કોઈ જ વાત લખવામાં આવી નથી જે બિશપ બાયરનની આ પાર્ટીમાં સામેલ થવાની કે તેના વિશે જાણવાની પુષ્ટિ કરતી હોય.


જ્યારે પૂજારીએ પૂછ્યું કે તમે પાર્ટીમાં જોડાશો?


લોકડાઉન દરમિયાન ફાધર માઈકલ મેકકોય તે સમયે સેન્ટ મેરી ન્યૂકેસલ કેથેડ્રલના ડીન હતા. એવું કહેવાય છે કે, તેમણે કેટલાક ઉપાસકોને પૂછ્યું હતું કે, શું તેઓ સેન્ટ મેરી કેથેડ્રલ સાથે જોડાયેલા પરિસરમાં 'એડલ્ટ પાર્ટી'માં હાજરી આપવા માંગો છો? આ ચર્ચમાં ગયેલા ઘણા લોકોએ વર્ષ 2021માં ખુલાસો કર્યો હતો કે, ફાધર માઇકલે તેમને પાર્ટીમાં આવવા કહ્યું હતું. ચર્ચમાં આ પાર્ટીનું આયોજન એવા સમયે કરવામાં આવ્યું હતું જ્યારે દેશમાં ક્યાંય પણ જાહેર મેળાવડાની મંજૂરી નહોતી.


પૂજારીએ કરી આત્મહત્યા 


57 વર્ષના ફાધર માઈકલ મેકકોય એપ્રિલ 2021માં તેમના ન્યૂકેસલ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. જ્યારથી ચર્ચમાં એડલ્ટ પાર્ટની વાત જાહેર થઈ હતી ત્યાર બાદ ઘણા લોકોએ ફાધર મેકકોય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ચર્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર તેનાથી ચર્ચની ઘણી મજાક ઉડી રહી હતી.


ફાધર મેકકોયના મૃત્યુના થોડા દિવસો પહેલા જ તેમને કહેવામાં આવ્યું હતું કે, તેઓ ઐતિહાસિક બાળ જાતીય શોષણના આરોપોની તપાસ હેઠળ પણ છે. સેન્ટ મેરી ન્યૂકેસલ કેથેડ્રલમાં એડલ્ટ પાર્ટી કરવાના આરોપી ફાધર મેકકોયને બિશપ રોબર્ટ દ્વારા ડીન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, જેમણે 2022માં રાજીનામું આપ્યું હતું. આ પ્રખ્યાત ચર્ચમાં આ પ્રકારની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાને કારણે આ ચર્ચની દુનિયાભરમાં નિંદા થઈ રહી છે.