Fire At Beijing Hospital: ચીનની રાજધાની બેઇજિંગની એક હોસ્પિટલમાં આગ લાગી હતી. આગને કારણે ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. આગ લાગવાના કારણની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આગ દરમિયાન હોસ્પિટલનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. આમાં લોકો બારીમાંથી કૂદતા જોવા મળે છે. કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે બારીઓ પાસે ACની ઉપર ઉભા જોવા મળી રહ્યા છે.






લોકો બારીમાંથી કૂદી રહ્યા છે


હોસ્પિટલમાં ફસાયેલા લોકોને બચાવવા માટે બે કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન 71 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલા વીડિયોમાં લોકો બહાર લગાવેલા એર કન્ડીશનીંગ યુનિટની ટોચ પર બેઠેલા જોવા મળે છે. જ્યારે કેટલાક અન્ય લોકો દોરડાની મદદથી બિલ્ડિંગ પરથી લટકીને કૂદી રહ્યા છે.


આગમાં કેટલા લોકો દાઝી ગયા તે હજુ સુધી જાણી શકાયું નથી. આગની જાણ થતાં જ શહેરના ટોચના અધિકારીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.


71 દર્દીઓને ટ્રાન્સફર કરાયા હતા


આગમાં ઘાયલ થયેલા લોકોને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અહેવાલ મુજબ આગ મંગળવારે બપોરે 12.57 કલાકે (સ્થાનિક સમય મુજબ) લાગી હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી.


ટીમ પહોંચે તે પહેલા જ આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ પછી 71 દર્દીઓને બચાવીને હોસ્પિટલમાંથી અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આગ દરમિયાન હોસ્પિટલની લાઈટો ડૂલ થઇ ગઈ હતી, જેના કારણે અંદર અંધારું થઈ ગયું હતું. વીડિયોમાં હોસ્પિટલની બિલ્ડિંગની બહારની બારીઓમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.


Covid 19 : ભારત સહિત દુનિયાના 22 દેશોમાં કોરોના બન્યો ઘાતક, ફરી લોકડાઉનના એંધાણ?


Corona Cases in India: કોરોના વાયરસના નવા પ્રકારે ભારત સહિત વિશ્વભરના વૈજ્ઞાનિકોને ફરી એકવાર ડરાવવાનું શરૂ કર્યું છે. કોરોનાના આ નવા વેરિઅન્ટનું નામ ઓક્ટુરસ છે અને વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, અમે હજુ તેની સાથે વ્યવહાર કરવા તૈયાર નથી. ઓક્ટુરસ વેરિઅન્ટને XBB.1.16 તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના કારણે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે અને વૈજ્ઞાનિકો સતત ચેતવણી આપી રહ્યા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ઓક્ટુરસ ટૂંક સમયમાં સમગ્ર વિશ્વમાં સૌથી શક્તિશાળી વેરિએંટ બની જશે. ચાલો જાણીએ કે કોરોનાનું આ નવું સ્વરૂપ કેટલું ખતરનાક છે...

ભારતમાં કોવિડ કેસનો નવો પ્રકાર વધી રહ્યો

વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે, ઓમિક્રોનનું આ સબ-વેરિઅન્ટ અગાઉના સ્ટ્રેન કરતાં વધુ આક્રમક હોઈ શકે છે. આનું કારણ સ્પાઇક પ્રોટીન મ્યુટેશન છે. આ નવા વેરિઅન્ટની બાળકો પર ખૂબ જ ખરાબ અસર પડી રહી છે. બાળકો નેત્રસ્તર દાહનો શિકાર બની રહ્યા છે. હાલમાં ભારતમાં કોરોનાના કેસોમાં ભારે વધારો થયો છે. ભારતમાં દર અઠવાડિયે 11,109 નવા કેસ નોંધાઈ રહ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ ઓક્ટુરસ વેરિયન્ટને કારણે છે. આ કોવિડ સ્ટ્રેને હવે ભારત, બ્રિટન સહિત વિશ્વના 22 દેશોમાં દેખા દીધા છે. તેના ફેલાવાનો સિલસિલો ચાલુ છે જેના કારણે વૈજ્ઞાનિકો ટેંશનમાં આવી ગયા છે