Pakistan News: પાકિસ્તાનને (Pakistan) લાગે છે કે, જો તેના દેશને કંગાળ થતાં કોઇ બચાવી શકે છે, તે માત્ર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. ખરેખરમાં, એક પાકિસ્તાની નાગરિકનો વીડિયો ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. આમાં તે પાકિસ્તાની સરકારની બેબાકીથી નિંદા કરી કરતો દેખાઇ રહ્યો છે. તેને કહ્યું કે, કાશ તે પાકિસ્તાનમાં પેદા ના થઇને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસન વાળા ભારતમાં રહી શક્યો હતો. 


વીડિયોમાં પાકિસ્તાનનો રહેવાસી આ શખ્સ કહી રહ્યો છે કે, કાશ અમારી પાસે પમ મોદી હોત, અમને નવાઝ શરીફ, બેનઝીર, ઇમરાન ખાન કે મુશર્રફ નથી જોતા. એ પુછવા પર કે શું સારી જિંદગી માટે પીએમ મોદીના શાસનને સ્વીકાર કરવા માટે તૈયાર છે. તેને જવાબમાં કહ્યું કે, હાં, બિલકુલ મોદી એક મહાન વ્યક્તિ છે. 


ભાગલા સમયના ઘાને કર્યા યાદ - 
તેને કહ્યું કે, ભારતીય મુસલમાન વધુ ખુશ છે, જ્યારે તમે તમારા બાળકોને ખાવાનુ નથી આપી શકતા તો, તમે વિચારી શકો છો કે પાકિસ્તાનમાં કેમ પેદા થયા. અલ્લાહ પાસે અમારી ઇચ્છા છે કે પીએમ મોદી અમારા પર શાસન કરે, જેથી તે અમારા દેશની સ્થિતિને વધુ સુધારી શકે. ભાગલાના ઘાને યાદ કરતાં તે શખ્સે કહ્યું - જો ભાગ ના પડ્યા હોત તો અમે ભારતનો જ ભાગ હોત, અમે પણ આજે યોગ્ય કિંમતે વસ્તુઓ ખરીદી શકતા હોત.






આ પછી તે શખ્સ કહે છે- અમને નથી જોઇતા નવાઝ-ઇમરાન, અમને તો બસ મોદી જોઇએ. મોદી મહાન છે, કાશ અહીં તેમની સરકાર હોત. પાકિસ્તાની યુટ્યૂબર Sana Amjadએ પોતાની ચેનલ પર આ વીડિયો ત્રણ દિવસ પહેલા શેર કર્યો હતો. જેને જોતા જ વાયરલ થઇ ગયો છે. કેટલાય લોકો આ વીડિયોને શેર કરી રહ્યાં છે.