લંડન: બ્રિટનની એક કોર્ટે વિજય માલ્યાના પ્રત્યાપર્ણ કેસમાં ભારતના પુરાવાઓનો સ્વીકાર કર્યો છે. આ મામલે આગામી સુનાવણી 11 જૂલાઈના થશે. માલ્યા આશરે 9 હજાર કરોડના બેંક કૌંભાડ મામલે ભારતમાં વોન્ટેડ છે. ગત વર્ષે એપ્રિલમાં સ્કોટલેન્ડ યાર્ડ તરફથી પ્રત્યાપર્ણ વોરન્ટ પર પોતાની ધરપકડ બાદ તે 650,000ના જામીન પર છે. આજે તેની જામીન અરજીમાં આગામી સુનાવણીની તારીખ 11 જૂલાઈ સુધી વધારવામાં આવી.


આગામી સુનાવણીમાં વેસ્ટમિસ્ટર મેજીસ્ટ્રેટ અદાલતની જજ એમ્મા અર્બથનોટ સામે મૌખિક દલીલો કરવામાં આવશે. ત્યારબાદ ન્યાયાધીશ બાદની સુનાવણીમાં નિર્ણયની યોજના પર સંકેત આપી શકે છે. આ અગાઉ માલ્યા સુનાવણી માટે અદાલતમાં હાજર રહ્યો હતો. સીબીઆઈને ત્યારે મોટી સફળતા મળી જ્યારે જજે પુષ્ટિ કરી કે ભારતીય અધિકારીઓ તરફથી સોંપવામાં આવેલા તમામ પૂરાવા સ્વીકાર કરવામાં આવશે.