Meloni And Musk Viral Photos : વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક મોટાભાગે કોઈને કોઈ કારણસર હેડલાઈન્સમાં રહે છે. ફરી એકવાર એલન મસ્ક હેડલાઇન્સમાં છે. પરંતુ આ વખતે તેઓ એકલા નથી પરંતુ તેમની સાથે ઈટાલીના વડાપ્રધાન જ્યૉર્જિયા મેલોની પણ સામેલ છે. ખરેખરમાં, બંન્નેની કેટલીક તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં મસ્ક અને જ્યૉર્જિયા મેલોની સાથે જોવા મળી રહ્યાં છે. જ્યારથી આ તસવીર વાયરલ થઈ છે ત્યારથી દુનિયાભરમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે બંને લોકો એકબીજાને ડેટ કરી રહ્યાં છે.


કઇ તસવીરો થઇ રહી છે વાયરલ 
બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં, એલન મસ્ક અને જ્યૉર્જિયા મેલોની બંને એક ટેબલ પર બેઠા છે અને એકબીજાને જોઈ રહ્યાં છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો વાયરલ થતાં જ અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું. લોકો વિચારવા લાગ્યા કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.


એલન મસ્કે અટકળો સામે બતાવી સચ્ચાઇ 
ડેટિંગની અટકળોને ધ્યાનમાં રાખીને આખરે એલન મસ્કે આ વાયરલ તસવીરો અને ડેટિંગ અંગે જવાબ આપ્યો. મસ્કે કહ્યું કે અમે બંને ડેટિંગ નથી કરી રહ્યા. વાસ્તવમાં, આ તસવીરો મંગળવારે ન્યૂયોર્કમાં એક એવોર્ડ સમારોહની છે. જ્યાં બંને લોકો પહોંચી ગયા હતા. તસવીરો પણ એવી રીતે વાયરલ થઈ રહી છે કે લોકો વિચારી રહ્યા છે કે બંને ડેટ કરી રહ્યાં છે.


એલન મસ્કે જ્યૉર્જિયા મેલોનીની જબરદસ્ત પ્રસંશા કરી 
એલન મસ્કે ડેટિંગની અટકળોનો અંત આણ્યો હશે. પરંતુ તેણે એવોર્ડ સમારંભમાં મેલોનીના ભરપૂર વખાણ કર્યા હતા. મસ્કે કહ્યું કે મેલોની બહારથી છે તેના કરતાં હૃદયથી વધુ સુંદર છે. આ સિવાય તેણે મેલોનીને એક સાચી, પ્રામાણિક અને વિશ્વાસપાત્ર વ્યક્તિ ગણાવી હતી. આગળ મસ્કે કહ્યું કે મેલોનીએ પીએમ તરીકે સારું કામ કર્યું છે. તેણે કહ્યું કે હું હંમેશાથી તેનો ફેન રહ્યો છું. મેલોની પ્રામાણિક છે જે હંમેશા નેતાઓ વિશે કહી શકાતી નથી.


આ પણ વાંચો


થાઇલેન્ડમાં સેમલૈગિંક વિવાહ બીલને મળ્યું શાહી સમર્થન, જાણો ક્યારથી શરૂ થશે સેમ સેક્સ મેરેજ