નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા પર આજકાલ વિચિત્ર અને અજીબોગરીબ પ્રકારના વીડિયો ઘડીકમાં વાયરલ થઇ જાય છે. તાજેતરમાં વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું હતુ, અને વેલેન્ટાઇન ડેને લગતા ઘણાબધા વીડિયો સામે આવ્યા હતા. પરંતુ આ બધાની વચ્ચે એક એવો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે, જેને બધાનુ ધ્યાન ખેંચ્યુ છે. આ વીડિયોમાં એક પ્રેમી પોતાની પ્રેમિકાને વેલેન્ટાઇન ડેના દિવસે અનોખી રીતે પ્રપૉઝ કરે છે.
જાણકારી અનુસાર, વાયરલ થયેલા વીડિયો પ્રમાણે, KPIX 5 સ્ટુડિઓમાં એક ન્યૂઝ એન્કર અહીં સ્ટુડિયોમાં હવામાનના સમાચાર વાંચી રહી હતી. આ દરમિયાન તેનો પ્રેમી અજિત નિનનની બે દીકરીઓ બૂલેટિનની વચ્ચે ગુલાબના ફૂલ લઇને આવી જાય છે, અને તેને આપે છે.
આ ઘટના દરમિયાન ન્યૂઝ એન્કર જેનુ નામ મૈરી હોય છે, તે ચોંકી જાય છે અને થોડીવાર માટે રોકાઇ જાય છે, અને તે બન્નેના ગુલાબો સ્વીકાર કરી લે છે. બધાની વચ્ચે તેનો પ્રેમી પણ બૂકે લઇને આવી જાય છે, અને તેને બુકે આપે છે, જેને તે ખુશીથી સ્વીકાર કરી લે છે. આ સમયે મૈરીની સામે તેનો પ્રેમી નિતિન ગોઠણભેર બેસી જાય છે, અને મૈરી લીને લગ્ન માટે પ્રપૉઝ કરી દે છે. અજિતની આ એક્શન જોઇને મૈરી દંગ રહી જાય છે, અને બાદમાં બન્ને એકબીજાને ગળ વળગી જાય છે, કિસ કરી લે છે અને તમામ લોકો ખુશખુશાલ થઇ જાય છે. અજીતની બન્ને દીકરીઓ આ દ્રશ્ય જોઇને તાળીઓ વગાડવા લાગે છે.
આ પ્રેમી અને પ્રેમીકાના પ્રપૉઝનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
આ પણ વાંચો-
DRDO Recruitment 2022: DRDOમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી
Government Jobs: સરકારી નોકરીની સુવર્ણ તક, આ સરકારી વિભાગમાં 950 જગ્યાઓ માટે ભરતી બહાર પડી
Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 હજાર 920 કેસ નોંધાયા, 492 લોકોના મોત