Domestic Violence : પતિ-પત્ની વચ્ચે તૂ-તૂ મેં-મેં થવી સામાન્ય વાત છે, પરંતુ ઘણી વખત બંને વચ્ચેનો આ તકરાર એ હદે વધી જાય છે કે તે ઉગ્ર ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લે છે. ભારતમાં મહિલાઓને મોટા પાયે ઘરેલું હિંસાનો સામનો કરવો પડે છે. જોકે માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના ઘણા દેશોમાં પણ મહિલાઓને તેમના પતિના અત્યાચારનો સામનો કરવો પડે છે. ઘરેલુ હિંસા સાથે જોડાયેલો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડને ભયાનક રીતે માર મારતો જોવા મળી રહ્યો છે.


આ વાઈરલ વિડીયો જોઈને ભલભલાનું હ્યદય ધ્રુજી ઉઠશે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક જલ્લાદ માણસ તેની ગર્લફ્રેન્ડને ખરાબ રીતે માર મારી રહ્યો છે. તેને તેની ગર્લફ્રેન્ડ માટે કોઈ દયા પણ નથી આવતી. બંને વચ્ચે અગાઉ કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ ચર્ચા જોઈને વાત એટલી હદે વધી ગઈ કે, તે વ્યક્તિએ ગુસ્સામાં તેની ગર્લફ્રેન્ડને ઉપાડીને ટીવી પર પટકી દે છે. ગર્લફ્રેન્ડ ટીવી સાથે અથડાતા જ ટીવી તેના પર પડી જાય છે.


ગર્લફ્રેન્ડને સતત મારતો મારતો રહ્યો યુવક


આ વ્યક્તિને સહેજ દયા પણ નથી આવતી અને તે ટીવીની નીચે દટાયેલી ગર્લફ્રેન્ડને ટેકો આપીને ઉભી કરે છે. ડરના કારણે ગર્લફ્રેન્ડ જમીન પર લાચાર બનીને પડી રહે છે. તેમ છતાં તે વ્યક્તિ તેને મુક્કો મારે છે અને ફરીથી તેને ઉભી કરીને જમીન પર પછાડે છે. આ સમગ્ર ઘટના દરમિયાન ગર્લફ્રેન્ડ પોતાનો બચાવ કરતી જોવા મળે છે. જોકે તે આમ છતાં તે પોતાનો બચાવ કરવામાં અસમર્થ રહે છે. જોકે હજી સુધીએ જાણી શકાયું નથી કે, બંને વચ્ચે કઈ વાતને લઈને ઝઘડો થયો હતો. જો કે, મામલો ગમે તે હોય પણ આ રીતે ગર્લફ્રેન્ડને પ્રતડિત કરવી એ ગુનો છે.


 







સોશિયલ મીડિયા પર ફરતો થયો વીડિયો


ઉલ્લેખનીય છે કે, આ વીડિયોમાં જે વ્યક્તિ દેખાય છે તે પૂર્વ NFL પ્લેયર જેક સ્ટેસી છે, જેણે તેની ગર્લફ્રેન્ડ સાથે મળીને આ ભયાનક ગુનો આચર્યો હતો. આ ઘટના વર્ષ 2019ની છે, જેનો વીડિયો હજુ પણ સોશિયલ મીડિયા પર ફરતો થઈ રહ્યો છે.


https://t.me/abpasmitaofficial