Virginia High School Shooting: અમેરિકાના વર્જિનિયાના રિચમંડ શહેરમાં મંગળવાર (6 જૂન)ના રોજ હુગુએનોટ હાઇસ્કૂલ ગ્રેજ્યુએશન સેરેમની દરમિયાન ફાયરિંગની ઘટના બની હતી. અમેરિકન ન્યૂઝ યુએસએ ટુડેના અહેવાલ મુજબ, ફાયરિંગમાં બે લોકોના મોત થયા હતા. ઘાયલોમાં ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.






રિચમંડ પોલીસ ચીફ રિક એડવર્ડ્સે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ઘટના બાદ બે શંકાસ્પદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ ચીફ રિકએ જણાવ્યું હતું કે હાઈસ્કૂલના થિયેટરની અંદર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.


ફાયરિંગ બાદ અફરાતફરી


રિચમંડ પબ્લિક સ્કૂલ્સના પ્રવક્તા મેથ્યુ સ્ટેનલીએ યુએસએ ટુડેને જણાવ્યું હતું કે ગોળીબાર મોનરો પાર્કની બહાર ગ્રેજ્યુએશન સમારોહ પછી થયો હતો. મોનરો પાર્ક વીસીયુ કેમ્પસ નજીક ડાઉનટાઉન રિચમંડમાં સ્થિત છે. ફાયરિંગમાં ઘાયલ થયેલા લોકો વિશે માહિતી આપતાં પોલીસ વડા રિક એડવર્ડ્સે પત્રકારોને જણાવ્યું હતું કે ફાયરિંગમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ફાયરિંગ દરમિયાન અફરાતફરી સર્જાઇ હતી. થિયેટરમાંથી બહાર નીકળતી વખતે બે લોકો પડી ગયા હતા અને ઘાયલ થયા હતા અને એક કાર સાથે અથડાયો હતો.


લોકોને ન્યાય આપવામાં આપીશું


વર્જિનિયાના રિચમંડના મેયર લેવર સ્ટોનીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે ફાયરિંગમાં ઘાયલ થયેલા લોકોને ન્યાય અપાવવા માટે અમે શક્ય તમામ પ્રયાસો કરીશું. આ સિવાય અમે આમાં પકડાયેલા લોકોને કડકમાં કડક સજા આપવાનો પ્રયાસ કરીશું. રિચમંડ પોલીસે જણાવ્યું હતું કે ઘટનાસ્થળની આસપાસના વિસ્તારમાં કોઈ ખતરાની સંભાવના નથી. પોલીસે તપાસ દરમિયાન લોકોને વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપી હતી.


Russia-Ukrain : વિશાળ ડેમ પર ત્રાટક્યુ રશિયા, યુક્રેનમાં મચી શકે છે હાહાકાર


Russia-Ukrain War : રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે ગંભીર તબક્કામાં પહોંચ્યું છે. એક તરફ યુક્રેને રશિયાની રાજધાની મોસ્કોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. તેનાથી વધુ રોષે ભરાયેલા રશિયન દળોએ યુક્રેનના સૌથી મોટા ડેમને જ ઉડાવી દીધો છે. મંગળવારે વહેલી સવારે દક્ષિણ યુક્રેનમાં સ્થિત નોવા કાખોવકા ડેમમાં બ્લાસ્ટ થયો હતો અને યુક્રેનમાં પાણી પ્રલય લાવી શકે છે. યુક્રેનની સેનાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. 


ઑક્ટોબર 2022માં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીએ પણ આશંકા વ્યક્ત કરી હતી કે રશિયા ડેમમાં બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડી રહ્યું છે. આ ડેમ ખેરસન ક્ષેત્રના ભાગમાં આવલો છે જેના પર હાલ રશિયાનો કબજો છે અને રશિયા દ્વારા જ આ વિસ્તારને નિયંત્રિત કરવામાં આવી રહ્યું છે. જોકે, રશિયા દ્વારા નિયુક્ત કરાયેલા પ્રદેશના મેયરે તેને 'આતંકનું કૃત્ય' ગણાવ્યું છે.


યુક્રેનમાં મચી શકે છે હાહાકાર


નોવા કાખોવકા ડેમ યુક્રેનની સૌથી મોટી ડીનીપર નદી પર બાંધવામાં આવ્યો છે અને તે ખેરસન શહેરથી 30 કિમી પૂર્વમાં સ્થિત છે. આ બંધનું તુટવું સ્થાનિક વિસ્તાર માટે વિનાશક સાબિત થશે. તેમજ યુક્રેનને યુદ્ધનીતિઓ પર ગંભીર અસર પહોંચાડશે. ડેમના કારણે પાણીનો વિશાળ જથ્થો રોકાઈ ગયો હતો. આ ડેમ 30 મીટર લાંબો અને સેંકડો મીટર પહોળો છે. તે 1956માં કાખોવકા હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ હેઠળ બનાવવામાં આવ્યો હતો. કહેવાય છે કે, આ ડેમમાં લગભગ 18 ઘન કિલોમીટર પાણી છે. આટલું પાણી અમેરિકાના ઉટાહના ગ્રેટ સોલ્ટ લેકમાં રહેલા પાણીના જથ્થા જેટલું છે