Russia Ukraine War: રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આખરે એ જ કર્યું જેની દુનિયાને આશંકા હતી. પ્રથમ વખત રાષ્ટ્રપતિ પુતિને યૂક્રેન પર વિશ્વની સૌથી ઘાતક પરમાણુ મિસાઈલ શેતાન-2 ને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. પુતિનનો આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે પશ્ચિમ યૂક્રેનને પરમાણુ હથિયારોથી સજ્જ કરવાની વાત કરી રહ્યું છે. શેતાન-2ની તૈનાતીનો આદેશ આપતા પહેલા રશિયન રાષ્ટ્રપતિના કાર્યાલય, ક્રેમલિને વિશ્વને ચેતવણી આપી હતી કે યૂક્રેનને પરમાણુ હથિયારોથી સજ્જ કરવાનો 'પાગલ' વિચાર વિશ્વને 'આપત્તિના આરે' ધકેલી દેશે.
રશિયાની શૈતાન-2 મિસાઈલ વિશ્વની સૌથી ભયજનક પરમાણુ મિસાઈલ છે, જે એકસાથે ડઝનબંધ પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ છે. આ પરમાણુ મિસાઈલનું વજન 208.1 ટન છે અને તે તેની સાથે અનેક હથિયારો લઈ જવા માટે સક્ષમ છે. એટલે કે તે 10 ટન સુધીનો પેલૉડ વહન કરી શકે છે. તેની સ્ટ્રાઈક રેન્જ 35,000 કિલોમીટર સુધીની છે. આના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે આ મિસાઈલ કેટલી ખતરનાક છે.
પશ્ચિમી દેશ કહે છે દુનિયાની શૈતાન
રશિયાએ હવે આ મિસાઈલનું નામ RS-28 સરમત રાખ્યું છે, પરંતુ પશ્ચિમી દેશો હજુ પણ તેને દુનિયાના શૈતાન-2 તરીકે ઓળખે છે. તે જ્યાં જાય છે, ત્યાં કોઈનું પણ ટકી રહેવું મુશ્કેલ છે. રશિયાએ સફળ પરીક્ષણ બાદ તેને 2023થી સેનામાં સામેલ કરી લીધી હતી. યૂક્રેન સાથે યુદ્ધ શરૂ થયા બાદ રશિયાએ આ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. જો કે આ મિસાઈલ તેની સાથે પહેલાથી જ હાજર હતી, પરંતુ આધુનિક જરૂરિયાતો અનુસાર તેને નોંધપાત્ર રીતે અપગ્રેડ કરવામાં આવી છે. રશિયન સરકારી એજન્સી તાસ અને રશિયન માર્કેટે શૈતાન-2 ઉર્ફે આરએસ-28 સરમતની તૈનાતીનો દાવો કર્યો છે.
આ પણ વાંચો